અડીયા ગામ પાસે કારની ટક્કરે એક્ટીવા ચાલકનુ મોત,1ને ઈજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકટીવા લઇને ખારીધારીયાલ ગામે લગ્નમાં જવા નિકળેલા બે ભાઇઓને પાટણના અડીયા ગામે નજીક મારૂતી કાર ચાલક વચ્ચે ટક્કર મારતાં એકનુ મોત થયુ હતુ. જ્યારે બીજાને ઈજા પહોંચી હતી.

મહેસાણા તાલુકાના પાલોદર ગામના રોહિતજી અમરજી ઠાકોર અને તેની માસીનો દીકરો રોહીતજી માધુજી ઠાકોર રહે.નુગર તા.મહેસાણા બન્ને શનિવારે લગ્નમાં જવા નિકળ્યા હતા ત્યારે પાટણ આવીને તેમના સંબધી ભુપતજી શંભુજી ઠાકોર એકટીવા લઇ ખારીધારીયાલ લગ્નમાં જવા નિકળ્યા હતા ત્યારે રાત્રીના સાડા નવેક વાગ્યા અરસામાં એક્ટીવા જીજે 24 એઈ 8219 લઇને નિકળ્યા હતા તે વખતે એક્ટીવા રોહીતજી માધુજી ઠાકોર ચલાવતા હતા તે અડીયા ગામ નજીક પેટ્રોલ પંપની પાસે હાઇવે પર સામે આવી રહેલી કારના ચાલકે ટક્કર મારતાં એક્ટીવા પર સવાર બન્ને યુવક રોડ પર પટકાયા હતા.ત્યારે 108ની મદદથી ધારપુર ખસેડ્યા હતા જ્યા રોહિતજી માધુજી ઠાકોરનું મોત નીપજ્યું હતું. રોહિતજી અમરતજી ઠાકોર ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા.તેના નિવેદનને આધારે હારીજ પોલીસે મારૂતી કારના ચાલક સામે ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...