તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

NSUIના બહેતર ભારત કાર્યક્રમમાં ઉ.ગુ.માંથી 250 કાર્યકરોને ડેલીગેટ બનાવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂથવાદ પ્રાંતવાદથી પર રહી બહેતર ભારત બનાવવા માટે એનએસયુઆઈએ બહેતર દેશ અભિયાનની ઝૂંબેશ ઉપાડી છે જેના ભાગરૂપે ૩૦ જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાનાર સંમેલનના આયોજનના ભાગરૂપે શનિવારે પાટણ સરકીટ હાઉસ ખાતે ઉત્તર ઝોનની કારોબારીની બેઠક મળી હતી. જેમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના હોદ્દેદારોને ઉત્તર ગુજરાતમાંથી 250 વિદ્યાર્થીઓને જોડાવા માટે અનુરોધ કરાયો હતો.

જેમાં અમદાવાદ ખાતે યોજાનારા બહેતર ભારત કાર્યક્રમમાં એક કોલેજમાંથી 10 વિદ્યાર્થીઓ પ્રમાણે ઉ.ગુ.માંથી એનએસયુઆઇના 250 કાર્યકરોને ડેલિકેટ બનાવાશે. બાદમાં તેઓ કોલેજોમાં એનએસયુઆઈનું કાર્ય આગળ ધપાવવાનું કામ કરશે તેવું કારોબારીની બેઠકમાં જણાવાયું હતું.

બેઠકમાં પ્રદેશ પ્રભારી બીઠ્ઠલ શર્મા, સહ પ્રભારી બિપિનકુમાર, એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ, પાટણ જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાજપુત, જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, શહેર પ્રમુખ લાલેશ ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...