તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોંઘવારીના સમયમાં સામાન્ય માણસ પણ ઉત્તરાયણ પર્વમાં ઉંધિયા-જલેબીની લિજ્જત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોંઘવારીના સમયમાં સામાન્ય માણસ પણ ઉત્તરાયણ પર્વમાં ઉંધિયા-જલેબીની લિજ્જત માણી શકે તે માટે પાટણમાં દ્વારકેશ મિત્ર મંડળ દ્વારા સેવાના ભાવથી રાહત દરે ઊંધિયા જલેબીનું વેચાણ કરાશે અને તેમાં જે નફો થશે તે પશુ-પક્ષીઓ માટે ઉપયોગમાં લેવાશે.

મોંઘવારીના કારણે ગરીબ સામાન્ય વર્ગના માણસો તહેવારોની મજા માણી શકતા નથી ત્યારે દરેક લોકો ઉત્તરાયણ પર્વમાં ઉંધિયા-જલેબીની લિજ્જત માણી શકે તે માટે પાટણમાં શારદા સિનેમા નજીક નવામાઢ પાસે દ્વારકેશ મિત્ર મંડળ દ્વારા ઉત્તરાયણના દિવસે રાહત દરે એટલે કે બજારમાં રૂ. 150થી 200 પ્રતિકિલોના ભાવે મળતું ઊંધિયાનું માત્ર રૂ.90ના ભાવે જ્યારે 120થી 150ના ભાવે મળતી જલેબીનું રૂ.100 ભાવે વેચાણ કરાશે.1500 કિલો ઉપરાંત ઉંધીયુ જ્યારે 400 કિલો જલેબી બનાવશે. આ ઉંધીયુ બનાવવા માટે છેલ્લા બે દિવસથી મિત્ર મંડળના યુવકો મહેનત કરી રહ્યા છે રાત્રે મહોલ્લાના લોકોએ સાથે મળી શાકભાજી સાફ સફાઈ કરી તૈયાર કરી હતી. ઊંધિયામાં 300 કિલો બટાકા, 230 કિલો વટાણા, 150 કિલો લીલવા, 120 કિલો તુવેર, 80 કિલો વાલોળ, 40 કિલો કેળા, 15 કિલો શક્કરીયા, 10 કિલો ગાજર, 10 કિલો સફરજન 5 કિલો સુરણ અને 10 કિલો કાજુ બદામનો ઉપયોગ કરાશે. આ ઊંધિયા જલેબીના વેચાણથી જે નફો થશે તે પશુ-પક્ષીઓના ખોરાક માટે ઉપયોગમાં લેવામાં આવશે તેવું દ્વારકેશ મિત્ર મંડળના સભ્ય પીન્કેશ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...