સિમેન્ટનો માલ બનાવવાના મિક્ષરમાં કચ્છ લઇ જવાતો રૂ. 17.85 લાખનો દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દારૂની હેરાફેરી કરતા શખ્સો પોલીસની નજરમાં ધૂળ નાખવા માટે અલગ અલગ કીમીયા પણ અપનાવાઇ રહયા છે .જેમાં લુઝ સીમેન્ટ બનાવવાના મિક્ષર મશીનમાં કચ્છના સામખીયારી લઇ જવાતો દારૂનો રૂ. 17 લાખનો જથ્થો અને રૂ. 10 લાખની ગાડી વારાહી પોલીસે પકડી પાડી છે.

બુધવારે વારાહી પોલીસના માણસો ખાનગી ગાડીમાં રાધનપુર કંડલા હાઇવે પર નાસતાફરતા અારોપીઅો અને દારૂની હેરાફેરી માટે વોચ રાખી રહયા હતા ત્યારે પાટણ ખાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચને સીમેન્ટ ભરવાની ગાડી રાધનપુરથી સાંતલપુર તરફ પસાર થઇ રહી હોવાની બાતમી મળતાં તેઅો પહોંચી શકે તેમ ન હોઇ વારાહી પોલીસને સુચના અાપતાં હાઇવે પર વોચ કરતો સ્ટાફ માનપુરા પાસે નાકાબંધીમાં ગોઠવાઇ ગયો હતો જેમાં બંકર ટેન્કર (જીજે-09-ઝેડ-7263) પસાર થતાં તેને રોકી તેના ઉપરના માલ નાખવાના બે ઢાંકણાં ખોલીને તપાસ કરતાં મિક્ષરની અંદર દારુ બીયરની પેટીઅો જોવા મળી હતી જેને કબજે કરી ટેન્કર પોલીસ સ્ટેશને લઇ જઇ અંદર પોલીસ કર્મીને ઉતારી પેટીઅો બહાર કાઢી હતી. કુલ 4392 બોટલોનો રૂ. 17,85,220 નો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

રાજસ્થાનમાંથી દારૂ ભરેલું ટેન્કર શિરોહી ટોલટેક્ષ પાસેથી બીજાને અાપ્યું હતું જે સામખિયારી ફોન પર પૂછી ડિલિવરી અાપવાની હતી

પ્રકાશ વિશ્નોઇ કહે તેને જથ્થો આપવાનો હતો

ઝડપાયેલા ચાલક સોહનલાલમુળારામ વિશ્નોઇ રહે.શોભાલાદર્શન તા. ચોહટને પોલીસને જણાવ્યું હતુ. કે ટેન્કર પ્રકાશ ઠાકરારામ વીશ્નોઇ રહે. ચીતલવાના માણસે શિરોહી ટોલટેક્ષ પાસેથી બે ત્રણ કિમી દૂર પાલી રોડ પરથી અાપ્યો હતો અને કચ્છના સામખીયારી પહોંચ્યા બાદ પ્રકાશ વિશ્નોઇ કહે તેને જથ્થો અાપવાનો હતો તેમ પીઅેસઅાઇ અેમ.અેમ.માળીઅે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...