પાટણ તાલુકાના ગજા ગામે અનાવાડા બીટમાં અાવેલ મહાકાળી માતાજીના

Patan News - in the anawaada beat in gaja village of patan taluka mahavali mataji 033017

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:30 AM IST

પાટણ તાલુકાના ગજા ગામે અનાવાડા બીટમાં અાવેલ મહાકાળી માતાજીના મંદિરમાં ગયા ગુરૂવારે બે શખ્સો મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાથી પંચધાતુના છત્તર નંગ-4(ચાર) કિ.2600 ની ચોરી કરી કારમાં પલાયન થઇ ગયાની ઘટના બનવા પામી હતી.અા ઘટના અંગે મંદિરના પૂજારીઅે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અાપતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

મંદિરના પૂજારી દશરથપુરી મનસુખપુરી શિવપુરી ગૌસ્વામીના જણાવ્યા મુજબ એક સિલ્વર કલરની કારમાં આવેલા બે પૈકી એક શખ્સ આશરે 50 વર્ષની ઉંમરનો જ્યારે બીજો આશરે 25 વર્ષની ઉમરનો જણાયો હતો.બંને જણા દર્શન કરવા અાવ્યા હતા અને દર્શન કરીને અમે દૂર બેઠેલા હોઇ હાથ લાંબો કરીને ગયા હતા અા પછી અડધો કલાક પછી મંદિરમાં જતાં છત્તર જોવા મળ્યા ન હોતા.જોકે માતાજીના બીજા અાભૂષણો ખોટા હોઇ તેને હાથ પણ લાગડ્યો ન હતો.

X
Patan News - in the anawaada beat in gaja village of patan taluka mahavali mataji 033017
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી