સિદ્ધપુરમાં શ્રાદ્ધપક્ષમાં 10,000થી વધુએ માતૃશ્રાદ્ધ કર્યુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર ભારતના માતૃશ્રાધ્ધના અેક માત્ર શ્રદ્ધા સ્થળ પાટણ જિલ્લાના શ્રીસ્થળ સિદ્ધપુરના પાવનકારી બિંદુ સરોવરના પરિસરમાં શનિવારે સર્વ પિતૃઅમાસે જિલ્લા કલેકટર અાનંદ પટેલ અને તેમના પરિવારના સભ્યોઅે સદગત માતાનું તર્પણ તેમના ગોર પાસે કરાવ્યું હતું. શનિવારે અહીં અલગ અલગ બેઠેલા સમૂહોમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સતત ગુંજતા રહ્યા હતા. માતાનો મહિમા વર્ણવતા શાસ્ત્રોના શબ્દો સાંભળવા મળી રહ્યા હતા. માતૃશ્રાધ્ધ માટે અાવેલા શ્રધ્ધાળુઅોના પરિવારોને માતાના કેટલા ઋણ હોય છે તે સમજાવી તેનાથી મુક્તિ મેળવવાનું મહાત્મ્ય સમજાવીને પાણી મૂકાવાય ત્યારે શ્રધ્ધાળુઅોની અાંખો માતાની યાદથી ભરાઇ અાવતી જોવા મળી હતી.

52 વર્ષીય તુંબડીગોર અલકેશભાઇ પાધ્યાઅે કહ્યું કે તેઅો કે.કા.શાસ્ત્રીની જ્ઞાતિના ગોર છે. અાજના દિવસે 5000 જેટલા શ્રાદ્ધ મળી શ્રાધ્ધપક્ષમાં 10000 જેટલા શ્રાદ્ધ થયા હશે. શનિવારે મહારાષ્ટ્ર, કર્ણાટક, કચ્છ ભૂજ, તેલંગણા, તમિલનાડુ અને મધ્યપ્રદેશના શ્રધ્ધાળુઅો પણ માતૃશ્રાધ્ધ માટે અાવ્યા હતા. દ્વારકામાં ધજા ચડાવતા બ્રાહ્મણોના માતૃશ્રાધ્ધ પણ અહીં થાય છે. સિધ્ધપુરમાં ગોર મંડળમાં 40 જેટલા બ્રાહ્મણો છે. અા સિવાય 2500 જેટલા બ્રાહ્મણોના ઘર છે તેમના યજમાનો પણ હોય છે.અમારી પાસે જ્ઞાતિ વર્ણ પ્રમાણેની અલગ અલગ સારણી મુજબ ચોપડા હોય છે જેમાં દર વર્ષે યજમાનોની નોંધણી થયા કરે છે. અમારા ઘરોમાં પેટીઅો અને ટકો ભરેલા પડ્યા છે અાવા ચોપડાઅોથી. અનુસંધાન-પેજ-2-પર

અન્ય સમાચારો પણ છે...