પાટણમાં 10 બાકીદારોનાં મકાનો સીલ કરી તંત્રઅે બેંકોને કબજો સોંપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેંકો પાસેથી ધિરાણ લીધા બાદ ભરપાઈ ન કરતા બાકીદારોના પાટણ શહેરમાં આવેલા 10 મકાનો ને પાટણ મામલતદારે સરફેસીએક્ટ નીચે સીલ કરી બેન્કોને કબજા સોંપ્યા હતા જેને પગલે બાકીદારો માં ફફડાટ ફેલાયો હતો.

બેંકો પાસેથી ધિરાણ લીધા બાદ સમય મર્યાદામાં નાણાં ભરપાઇ ન કરતા સરફેસી એકટ નીચે મિલકત સીલ કરવા માટે કલેકટરે આદેશ કરતા શુક્રવારે પાટણ મામલતદાર એલ.એમ અસારી એ પોલીસ બંદોબસ્ત સાથે જયઅંબે સોસાયટી માં સાત મકાન યશ વિહાર માં એક રામદેવ ટાઉનશીપ માં એક અને પારેવાહિલ્સ માં એક મકાન મળી કુલ ૧૦ મકાનો સીલ કર્યા હતા અને આ મકાનો ના કબજા બેંક ઓફ બરોડા સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને એક્સિસ બેન્ક ને સુપ્રત કર્યા હતા તેવું પાટણમામલતદાર એલ.એમ અસારી એ જણાવ્યું હતું

મામલતદારે સરફેસીએક્ટ મુજબ પોલીસ બંદોબસ્ત સાથે 10 મકાનો સીલ કર્યા

અન્ય સમાચારો પણ છે...