તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ ડેમોમાં ખાનગી વાહનચાલકો બૂમો પાડીને મુસાફરો ખેંચી જાય છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ સિદ્વપુર ચોકડી નજીક બનેલા બસ સ્ટેશનમાં ખાનગી વાહન ચાલકો મુખ્યત્વે ઇક્કો ગાડી ચાલકો બસના મુસાફરો બસ સ્ટેશનમાંથી લઇ જાય છે. સ્ટેશન ફરતે સુરક્ષા દિવાલ ન હોવાથી સરળતાથી અંદર અાવીને અમદાવાદ ... અમદાવાદની બુમો લગાવતા હોય છે અને અેસટીના મુસાફરોને લઇ જાય છે જેને લઇ નુકશાન અેસટી તંત્રની તીજોરી પરજ થઇ રહયું છે ત્યારે અેસટી કર્મચારીઅો કંડકટર ડ્રાઇવર મૂક પ્રેક્ષક બનીને જોઇ રહે છે.

અા બાબતે ડેપો મેનેજર પણ તેવા તત્વો સામે સખતાઇથી કામ લેવાના બદલેબચાવ કરી રહયા છે કે સુરક્ષા દિવાલ ન હોવાથી અાવા ખાનગી વાહન ચાલકો બસસ્ટેશનમાં પ્રવેશ કરીને અેસટી સંચાલનમાં અડચણ રૂપ બનતા હોય છે. સીટી ટ્રાફિક પીઅેસઅાઇ અેસ.બી.ગઢવીને પૂછતાં તેઅોઅે હવેથી કાર્યવાહી કરાશે તેવો જવાબ અાપ્યો. કે બસ સ્ટેશન બહાર અડચણરૂપ બનતા ખાનગીવાહન ચાલકો સામે 283 કલમ મુજબ પગલા લેવાશે જયારે કલેકટરના જાહેરનામાની કલમ 188 મુજબ અેસટી બસ સ્ટેશનની અંદર ખાનગી વાહન ચાલક પ્રવેશ કરશે તો તેની સામે પગલા ભરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો