તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ગુજરાતમાં ઉનાળુ વાવેતર પ્રથમ બે સપ્તાહમાં ગત વર્ષ કરતાં અઢી ગણું વધ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉનાળું વાવણી શરૂ થયે બે સપ્તાહ વિત્યા છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં 56,354 હેક્ટર કરતાં વધુ જમીનમાં વાવેતર થયું છે. જે ગત વર્ષે 23,361 હેક્ટરમાં વાવેતર થયું હતું. એટલે કે ગત વર્ષની સરખામણીએ અઢી ગણુ વાવેતર વધુ થયું છે. ગત વર્ષ કરતાં 24576 હેક્ટરના વધારા સાથે બનાસકાંઠા જિલ્લામાં 32246 હેક્ટર વાવેતર થયું છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં ગત વર્ષ કરતાં 1375 હેક્ટર ઓછું વાવેતર થયું છે.

2018 માં નબળા ચોમાસાના કારણે પિયતના પાણીની અછતના કારણે 2019 માં ઉનાળું વાવેતર પર માઠી અસર થઇ હતી. જો કે, 2019 માં સારા ચોમાસાના કારણે ચાલુ સાલે ઉનાળું વાવેતર સુધરી રહ્યું હોય તેવું કૃષિ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

મુખ્ય પાકોની સ્થિતિ


પાક ગત વર્ષે ચાલુ વર્ષે

બાજરી 6057 20156

મગ 822 912

મગફળી 2151 6268

તલ 93 264

શાકભાજી 1609 7348

પાક ગત વર્ષે ચાલુ વર્ષે

ઘાસચારો 11725 20573

અન્ય પાકો 904 833

કુલ 23361 56354

બનાસકાંઠામાં 24576 હેક્ટર વાવણી વધી અને અરવલ્લી જિલ્લામાં 1357 હેક્ટર ઘટ્યું


(વાવેતર હેક્ટરમાં)

3 ગણુ વાવેતર વધવાનો અંદાજ

જિલ્લો ગત વર્ષે ચાલુ વર્ષે વધ-ઘટ

મહેસાણા 4,802 13,299 +8497

પાટણ 1,598 2,519 +921

બનાસકાંઠા 7,670 32,246 +24,576

સાબરકાંઠા 4,930 5,304 +410

અરવલ્લી 4,361 2,986 -1375

કુલ 23,361 56,354 +32,993
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો