તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાણસ્મામાં મહિલા તબીબને તેના પતિએ દીવાલે માથંુ ભટકાવીને મારી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચાણસ્મા શહેરમાં રહેતી મહિલા તબીબને ગૃહજીવનમાં છેલ્લા એક વર્ષથી સાસુ -નંણદ અને પતિ શારિરીક અને માનસીક ત્રાસ આપતા હતા મંગળવારે પતિએ મહિલા તબીબનંુ માથુ દિવાલ સાથે ભટકાવીને માર મારીને ઇજાઓ પહોંચાડી હતી તેઓને જનતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી આ અંગે ચાણસ્મા પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

ચાણસ્મા હિરાની સોસાયટી રહેતા અને જલારામ દાંતનુ દવાખાનંુ ચલાવતા ડોક્ટર મનીષાબેન પ્રશાંતભાઇ પટેલ તેઓ મંગળવારે ઘરે હાજર હતા તે વખતે તેમના પતિ પ્રશાંતભાઇ આવીને માથા કુટ કરી ફાવે તેમ બોલતા હતા ત્યારે સાસુ રમીલાબેન અને નંણદ અમીશાબેન પણ ફાવે તેમ બોલવા લાગ્યા હતા તેઓને મહિલાએ ગાળો બોલવાની ના પાડતા પતિ ઉશ્કેરાઇને ગડદાપાટુનો માર મારીને મહિલાનુ માથુ દિવાલે ભટકાવી ઇજાઓ પહોચાડી હતી હાલમાં પાટણ જનતા હોસ્પિટલમાં સારવાર સારૂ દાખલ હતા. તેમના નિવેદન આધારે ચાણસ્મા પોલીસ મથકે પતિ પ્રશાંતભાઇ મુળચંદભાઇ પટેલ, સાસુ રમીલાબેન મૂળચંદભાઇ પટેલ અને નંણદ અમીશાબેન નીલેશકુમાર સામે ફરિયાદ નોંધાઈ હતી.

મહિલાની પતિ,સાસુ એન નંણદ સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો