તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોબાઈલ પશુ દવાખાનાનું અમલીકરણ GVK EMRIને હસ્તક ન કરવાની માંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ ખાતે મોબાઈલ પશુ દવાખાનાના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયત હસ્તકની મોબાઈલ પશુ દવાખાના સ્થાપવાની યોજનાથી અપાતી સેવાઓનું અમલીકરણ GVK- EMRI ને હસ્તક કરી ખાનગીકરણ કરવામાં આવનાર હોઈ ખાનગીકરણ ન કરવાની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2015 -16 માં દસ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના અમલમાં મૂકી રાજ્યભરમાં 460 મોબાઈલ પશુ દવાખાના શરૂ કર્યા હતા અને તેનું સંચાલક 5 વર્ષથી જિલ્લા પંચાયત દ્વારા કરાઈ રહ્યું છે ત્યારે સરકાર દ્વારા મોડિફિકેશન કરી નવીન પરિપત્ર દ્વારા જિલ્લા પંચાયતના પશુપાલન ખાતા હસ્તકના બદલે અમલીકરણ માટે GVK EMRI મારફત પીપીપી મોર્ડલથી પશુપાલકોને સેવાઓ પુરી પાડવાનું આયોજન કરાયું છે ત્યારે જિલ્લા પશુપાલન નિયામકના માર્ગદર્શનથી પશુચિકિત્સકો પશુપાલકોને પશુ સારવાર, મેડિસિન, રસીકરણ, પશુપ્રજન્ન સુવિધાઓ યોગ્ય રીતે અપાઈ રહી હોઈ અમલીકરણ GVK EMRI ને હસ્તક ન કરવામાં આવે તેવી માંગ સાથે પાટણ જિલ્લામાં મોબાઈલ પશુ દવાખાનામાં ફરજ બજાવતા કર્મીઓ દ્વારા ગુરુવારે જિલ્લા વિકાસ અધિકારી ડી કે પારેખને આવેદન આપી એક સપ્તાહમાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવું રજુઆત કરી હતી.

ખાનગીકરણ ન કરવાની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદન

_photocaption_પાટણમાં મોબાઈલ પશુ દવાખાનાનું અમલીકરણ GVK EMRI ને હસ્તક ન કરવાની માંગ સાથે કર્મચારીઓએ આવેદન પત્ર આપ્યું.*photocaption*

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો