તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવિવારે બબાસણા ગામેથી બાલીસણા ટ્યુશન જાઉં છું તેમ કહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રવિવારે બબાસણા ગામેથી બાલીસણા ટ્યુશન જાઉં છું તેમ કહી નીકળેલ કિશોર પરત ન ફરતા પરિવારજનોએ અપહરણની ફરિયાદ દાખલ કરી હતી.

બબાસણા ગામનો યુવરાજસિંહ ધોરણ 12મા આર્ટસમાં શેઠ સીવી વિદ્યાલય બાલીસણામાં અભ્યાસ કરે છે અને રવિવારે બબાસણા ગામેથી બાલીસણા ગામે મહેશભાઈ બારોટને ત્યાં અંગ્રેજી વિષયના ટ્યૂશન માટે ગયો હતો પરંતુ મોડા સુધી ઘરે પરત ન ફરતા તેના પરિવારજનો તેની શોધખોળ માટે બાલીસણા ટ્યુશન લેતા શિક્ષકને ત્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે યુવરાજ સિંહ સવારનો આવ્યો જ નથી ત્યાર બાદ તેની તપાસ કરતા બાલીસણા ગામમાં તેનો મિત્ર અલ્પેશ જેણાભાઇ રાવળ ત્યાં તપાસ કરતા તેનો મિત્ર અલ્પેશ પણ ઘરે હાજર ન હતો. બાદમાં અલ્પેશ ના પિતાએ તેના મોબાઇલ પર ફોન કરતા જણાવેલ હું અમદાવાદ છું તેની પાસે યુવરાજ વિશે પૂછતા તેને જણાવ્યુ કે તે મારી પાસે નથી તેમ કહી ફોન મૂકી દીધો હતો.આ અંગે ગુમ કિશોરના મામા ભુપતજી પશાજી રાજપૂતે પોલીસ મથકે તેમના ભાણાનુ અપહરણ થયુ હોવાની ફરિયાદ નોંધાવી હતી.બાલીસણા પીઅેસઅાઇ જે.અેમ.ખાંટ અને તપાસ અધિકારી પીઆઈ કે.એમ પ્રિયદર્શી જણાવ્યું હતું કે કોલ ડીટેલ આધારે તપાસ ચાલી રહી છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો