Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણના બગવાડા દરવાજા પર હોર્ડિંગ્સ કે પોસ્ટર લગાવાશે તો પાલિકા દ્વારા દંડ કરાશે
ઐતિહાસિક પાટણ નગરની વિરાસત ગણાતા બગવાડા દરવાજા પર સંસ્થાઓ દ્વારા કાર્યક્રમના હોર્ડિંગ્સ અને પોસ્ટર લગાવેલ હોઈ ચીફ ઓફિસર દ્વારા ઉતારી હવેથી કોઈ પોસ્ટર કે હોર્ડિંગ્સ મારશે તો કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર ગણાતા બગવાડા દરવાજા રાષ્ટીય સુરક્ષા સ્મારક હોઈ તેના પર જાહેર પોસ્ટર મારવા અને તેને નુકશાન પહોંચાડવું ગુનો હોવા છતાં શહેરની સંસ્થાઓ દ્વારા દરવાજા પર પોસ્ટર અને બેનરો લાગવાતા હોય છે ત્યારે શનિવારે ચીફ ઓફિસર પાંચાભાઇ માળી વહેલી સવારે બગવાડા દરવાજા પર મરેલા બે મોટા હોર્ડિંગ્સ અને લગાવેલ એક પોસ્ટર ઉતાર્યું હતું અને હવેથી દરવાજા પર કોઈ પોસ્ટર કે બેનર લગાવશે તો રાષ્ટીય સુરક્ષા સ્મારકને હાનિ પહોંચાડવા બદલ કાયદેસરની કાર્યવાહી અને દંડ કરાશે.
ચીફ ઓફિસર દ્વારા બગવાડા પર લાગવેલ પોસ્ટરો ઉતાર્યા હતા
દરવાજાના રીનોવેશન માટે પાલિકા દરખાસ્ત કરાશે
ચીફ ઓફિસર પાંચાભાઈએ જણાવ્યું હતું પ્રાચીન પાટણની વિરાસતમાં બગવાડા દરવાજાનો પણ સમાવેશ થાય છે ત્યારે હાલમાં આ દરવાજાની સીડીઓ અને બાંધકામ જર્જરિત થઇ ગયો છે જેથી શહેરની શોભા સમાન આ દરવાજો સચવાય અને તેની સુંદરતામાં વધારો થાય તે માટે પાલિકા દ્વારા પુરાત્વ વિભાગને રીનોવેશન કરવા માટે દરખાસ્ત કરવામાં આવશે.