તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, દિલ્હી, ઝારખંડ, મધ્યપ્રદેશ, પચ્ચિમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, દિલ્હી, ઝારખંડ, મધ્યપ્રદેશ, પચ્ચિમ બંગાળમાંથી કુલ ચૌદ લઘુનાટકોમાં મોટી સંખ્યામાં કલાકારોએ ભાગ લીધો હતો.હોથલની જન્મભૂમિ સિદ્ધપુરનાં આશાસ્પદ ઉભરતાં યુવા કલાકાર દિગ્દર્શક કલાકારોએ સુંદર પ્રદર્શન કરી જયપુરવાસીઓ સહિત તમામ પ્રેક્ષકોની અકલ્પનીય દાદ મેળવીને સહુથી વધુ દશ એવોર્ડ જીતીને સિદ્ધપુરની કલાભૂમિને નેશનલ લેવલે ચમકાવી દીધી છે.

ક્રિએટિકા થિયેટર હબ, સિદ્ધપુર દ્વારા યુવા આશાસ્પદ દિગ્દર્શક યાજ્ઞિક ચૌહાણ તથા તેમનું કલાવૃંદ ઉદ્ધવ વ્યાસ, સ્નેહા બલાદરા, પાથઁ ઠાકર, અભિષેક શ્રીમાળી, કલ્પેશ પ્રજાપતિ, આકાશ પુરોહિત, ચિંતન પ્રજાપતિ,કૃપાલસિંહ રાજ તથા ભાવેશ પ્રજાપતિ સહિત જયપુર ખાતે તામ્હણકર થિયેટર એકેડમી, જયપુર આયોજિત અખિલ ભારતીય લઘુ નુકકડ એવં એકલ નાટક પ્રતિયોગિતામાં ભાગ લઈને દશ એવોર્ડ મેળવવા સફળ રહ્યા હતા.

અા તાજેતરમાં યાજ્ઞિક ચૌહાણ દ્વારા લિખિત દિગ્દર્શિત તાજેતરમાં કુમાર શાળાનં. ૨ ની નુકકડ નાટિકા બાપાનીહરાજી પાટણ જિલ્લામાં પ્રથમ આવ્યા બાદ રાજ્ય લેવલે ભાગ લેવા જશે.

અન્ય સમાચારો પણ છે...