તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકાર દ્વારા યુનિ.ને બાંધકામ માટે 11.50 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીને રાજ્ય સરકાર દ્વારા નવીન બાંધકામ માટે સાડા ગિયર કરોડની ગ્રાન્ટ ફાળવામાં આવી છે જેમાંથી ત્રણ બિલ્ડીંગોમાં એક્સટેશન કામ કરવામાં આવશે.

યુનિવસિર્ટી દ્વારા નવીન બાંધકામ અને વિકાસના કામો કરવા માટે સરકાર સમક્ષ 15 કરોડથી વધુની ગ્રાન્ટ માટે દરખાસ્ત કરવામાં આવી હતી ત્યારે ગુરુવારના રોજ ગાંધીનગર ખાતે યુનિવસિર્ટીઓની મળેલ મિટિંગમાં વિદ્યાર્થીઓની સવલત અને શિક્ષણની સુવિધાઓ માટે સરકાર દ્વારા હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીને સાડા અગિયાર કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે અને ગણતરીના દિવસોમાં સરકાર દ્વારા આ ગ્રાન્ટ ફાળવામાં આવ્યા બાદ યુનિવસિર્ટી દ્વારા આ ગ્રાન્ટ માંથી કેમસ્ટ્રી,ગણિત અને આર્કિટેક્ચર વિભાગના ત્રીજા માળનું એક્સટેક્શનનું બાંધકામ કરવામાં આવશે તેવું રજિસ્ટ્રાર ડી એમ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...