તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂર્વ કુલપતિ ડો અનિલ નાયકને ખોટી રીતે પગાર લેવાના મુદ્દે પોલીસે ક્લિનચિટ આપી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ ડો અનિલ નાયક સામે ચાર્જ એલાઉન્સ ને બદલે ખોટી રીતે પૂરો પગાર મેળવી સત્તાનો દુરુપયોગ કરાયો હોવાની પોલીસમાં થયેલી આક્ષેપાત્મક અરજી મા પોલીસે ઝીણવટ પૂર્વક ની તપાસ કર્યા બાદ ઇન્ચાર્જ કુલપતિ ને ક્લીનચીટ આપી અરજી ફાઇલ કરી છે.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ ડો અનિલ નાયકે ચાર્જ એલાઉન્સ ના બદલે ખોટી રીતે પૂરો પગાર મેળવી સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની સુજાણપુર ખાતે રહેતા દશરથભાઈ પટેલે પોલીસમાં અરજી કરી હતી આ મામલાની બી ડિવિઝન પી.આઇ ચિરાગ ગોસાઈ એ તપાસ કરી હતી જેમાં ડો અનિલ નાયક ના વાઇસ ચાન્સેલર તરીકેના દસ માસના સમયગાળા દરમિયાન તેઓ બે હોદ્દા પર ફરજ બજાવતા ન હતા તેઓ અગાઉ ધારપુર મેડિકલ કોલેજના પ્રધ્યાપક ના હોદ્દા ઉપરથી ફરજમુક્ત થયા બાદ યુનિ.ના વાઇસ ચાન્સેલર ના હોદ્દા ની ફરજ પર હાજર થયા. અગાઉના
ઇન્ચાર્જ વા.ચાન્સેલર ડો એમ એમ પટેલ ને પણ મૂળ પગાર આપવામાં આવતો હતો.

અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં આ બાબતે ડો અનિલ નાયક વિરુદ્ધ પિટિશન કરેલી હોવાથી અને અરજદારની અરજી બાબતે ગુનાહિત ન જણાતા પોલીસે અરજી ફાઇલ કરી છે તેવુ સૂત્રોએ જણાવ્યું હતું.

પોલીસે તપાસ કરતા ગુનાઈત કૃત્ય ન જણાતા અને હાઇકોર્ટમાં પિટિશન થયેલી હોવાથી અરજી ફાઇલે કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો