તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ જિલ્લામાં બીજી વખત રાજદિપ એન્ટર પ્રાઇઝ એજન્સી ને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં બીજી વખત રાજદિપ એન્ટર પ્રાઇઝ એજન્સી ને મલ્ટીપરપજ હેલ્થ વર્કર ની ભરતી કર્યા બાદ ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે અગાઉ એક વખત લાયકાત પ્રમાણે ઉમેદવારોની ભરતી થઈ ન હોવા બાબતે વિવાદ થયો હોવાથી ભરતી કરવી પડી હતી ત્યારે આ વખતે જે દિવસે જાહેરાત આપી હતી તે દિવસે જ ભરતી કરવામાં આવી હોવાથી ઉમેદવારો હાજર રહી શક્યા ન હોવાથી ફરીથી ભરતીના ઓર્ડરો રદ કરવામાં આવ્યા છે.

પાટણ જિલ્લામાં આરોગ્યતંત્રમાં રાજદીપ એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની ખાલી પડેલી ૫૮ જગ્યાઓ પર ગાંધીનગર ખાતે ઇન્ટરવ્યૂ રાખી ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ જે દિવસે જાહેરાત આપવામાં આવી હતી તે જ દિવસે ઇન્ટરવ્યૂ રાખેલા હોવાથી ઉમેદવારો ઇન્ટરવ્યુમાં હાજર રહી શક્યા ન હતા આ બાબતે ઉમેદવારોએ તંત્રમાં રજૂઆત કરી હતી જેને પગલે જિલ્લા વિકાસ અધિકારીએ એજન્સીના પ્રતિનિધિ ને સાંભળી ઉમેદવારોની રજુઆત બાબતે યોગ્ય નિર્ણય લેવા માટે એજન્સીને સૂચના આપી હતી ત્યારબાદ સોમવારે રાજદીપ એન્ટરપ્રાઇઝ એ જે ઉમેદવારોને એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપેલા હતા તે ઓર્ડર રદ કરવાનો નિર્ણય લીધો છે અને આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને પણ પત્રથી જાણ કરી છે.

આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ડીકે પારેખે જણાવ્યું હતું કે રાજદીપ એજન્સીએ પોતે જ ભરતી રદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો