તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડોત્રી પ્રા.શાળાની વિદ્યાર્થીની શિષ્યવૃતિ પરીક્ષામાં પ્રથમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ : રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ધોરણ-૮ માં રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે નેશનલ મેરીટ મિન્સ કમ સ્કોલરશીપ એકઝામ યોજે છે. જેમાં ચાલુ સાલે માંડોત્રી અનુપમ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પરમાર વિધીબેન અને ભીલ કૈલાશકુમાર ઉત્તિર્ણ થયા હતા. રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પરીક્ષામાં પાસ થયેલ આ બન્ને છાત્રોને ધોરણ ૯ થી ૧૨ સુધી ૪ વર્ષ માટે દર મહિને એક હજાર રૂપિયાની એટલે કે કુલ ૪૮૦૦૦ની શૈક્ષણિક સહાય સરકાર તરફથી મળશે.પરમાર વિધી ૧૩૩ ગુણ સાથે સમગ્ર પાટણ તાલુકામાં પ્રથમ સ્થાને અને પાટણ જિલ્લામાં ૧૨ માં નંબરે ઉત્તિર્ણ થઇ છે. આ પરીક્ષામાં ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીને સરકાર દ્વારા ધોરણ-૧૨ પાસ કરે ત્યાં સુધી દર માસે રૂ.૧૦૦૦/- સ્કોલરશીપ આપવામાં આવે છે. વિધીના પિતા મહેશભાઈ પાટણ યુનિટમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...