તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણના માખણીયામાં કચરાનો નિકાલ કરવા આવેલા વાહનો ખેડૂતોએ અટકાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેરના માખણીયા વિસ્તારમાં પાલિકા દ્વારા ઘનકચરાનો નિકાલ સામે સ્થાનિક ખેડૂતોનો વિરોધ વધતો જઈ રહ્યો છે. ગુરુવારે પાટણ કલેકટરને આવેદનપત્ર આપ્યા બાદ શુક્રવારે ખેડૂતોએ કચરો ઠલવવા માટે આવેલા નગરપાલિકાના વાહનોને અટકાવી દીધા હતા અને સખત વિરોધ કર્યો હતો.

શહેરના માખણીયા વિસ્તારમાં ઘન કચરા નિકાલની સાઈડ પર પ્રદૂષણના કારણે લોકોને બીમારીનો ભોગ બનવું પડ્યું છે. ઉપરાંત આસપાસના ગામના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાંથી ઘન કચરા સાઈટનું અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા માટે ખેડૂતોએ માંગ કરી છે. પરંતુ તંત્ર દ્વારા હજુ તેમની માગ સંતોષી ન હોવાથી વિરોધનો વંટોળ શરૂ થયો છે. ગુરુવારે સ્થાનિક ખેડૂતો અને મહિલાઓએ કલેકટરને આવેદન પત્ર આપી તેમની માગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. ત્યારબાદ શુક્રવારે ઘનકચરા સાઈડ પર કચરાનો નિકાલ કરવા માટે આવેલા નગરપાલિકાના વાહનોને સ્થાનિક ખેડૂતોએ અટકાવી દીધા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. કચરાના પ્રદૂષણના કારણે સ્થાનિક વસવાટ કરતા લોકોને બીમારીનો ભોગ બનવું પડતું હોવાનો ખેડૂતોએ મત વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...