તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Patan News Except For Birth Anniversary Or Death Anniversary In Patan Images Of Mahatma Gandhi King Siddaraj Sardar Patel Are Not Taken 071625

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં જન્મ જ્યંતી કે પુણ્યતિથિ સિવાય મહાત્મા ગાંધી,રાજા સિદ્ધરાજ, સરદાર પટેલની પ્રતિમાઓની દરકાર લેવાતી જ નથી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ શહેરને સ્વચ્છ બનાવવા માટે પાલિકા દ્વારા કચરો ઉપાડવા સહીત રોડ રસ્તાની નિયમિત સફાઈ થાય છે પરંતુ ઐતિહાસિક શહેરની શોભા સમાન રાજા સિદ્ધરાજ જયસિંહ, સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની પ્રતિમા વર્ષ દરમ્યાન ફક્ત તેમની જન્મજ્યંતિ અને વિરાંજલી દિવસ સિવાય વર્ષમાં એકપણ વાર સાફ સફાઈ ન થતા વર્ષ દરમ્યાન મહાન હસ્તીઓની પ્રતિમાઓ ધૂળ લપેટાતા તેમનું અપમાન થઇ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. નગર પાલિકા દ્વારા સમયાંતરે આ પ્રતિમાઓની સ્વચ્છતા કરાય તેવી શહેરીજનોની લાગણી જોવા મળી રહી છે.

શહેરના મધ્યમાં બગવાડા દરવાજા ખાતે રાજા સિદ્ધરાજ જયસિંહ પ્રતિમા મુકાઈ છે અને ચોતરફ લોખંડી જાળી પણ લગાવેલ છે ત્યારે આ પ્રતિમાની સમયસર સફાઈ ન થતા તેમની પ્રતિમા પર ઘૂળ સહિત આસપાસ પક્ષીઓ દ્વારા ગંદકી કરવામાં આવી રહી છે.

શહેરના જુના બસ સ્ટેશન તરફ જવાના રસ્તા પર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આવેલ છે તેમના ગળામાં પહેરાવેલ હાર પણ કેટલાય મહિના પહેલાનો હોઈ સુકાઈ ગયો છે તેમજ દિવસભર ઊડતી ધૂળ વચ્ચે પ્રતિમા પર ધૂળ ભરાઈ જતા ઝાંખી પડી જવા પામી છે.

રેલવે સ્ટેશન ગરનાળા પાસે ઉભેલ વર્ષો જૂની મહાત્મા ગાંધીની પ્રતિમા વર્ષમાં ભાજપ કોંગ્રેસના લોકોને ફક્ત તેમની જન્મ જ્યંતી અને પુણ્યતિથિ પર સાફ સફાઈ કરવા દોડી આવે છે ત્યારબાદ કોઈ ફરકતું પણ નથી. જેને લઇ આખું વર્ષ પ્રતિમા ઘૂળમાં લપેટાતા ચારે બાજુ ઉભેલા વૃક્ષો,સીડી અને ગાંધીજી પ્રતિમા ધૂળમાં ગંદી થઇ જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો