તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં તાજેતરમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલી ટ્રાફિક ઝુંબેશ દરમિયાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણમાં તાજેતરમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલી ટ્રાફિક ઝુંબેશ દરમિયાન મુખ્ય માર્ગો પરથી હટાવવામાં આવેલી શાકભાજી અને ખાણીપીણીની લારીઓ અન્ય માર્ગો પણ ગોઠવાતા ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આવા લારીધારકો માટે નિયત કરાયેલા શ્યામાપ્રસાદ મુખરજી પાર્ટી પ્લોટ ખાતે પાકા શેડનું બાંધકામ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવા નગરપાલિકાને તાકીદ કરી છે.

પોલીસ અધિક્ષક શોભા ભૂતડાએ ચીફ ઓફિસર આર એચ પટેલ ને એક પરિપત્ર કર્યો છે જેમાં જણાવ્યા મુજબ શહેરમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતા મુખ્ય બજારના રસ્તાઓ ખુલ્લા થતા જનતાને ટ્રાફિકને અડચણમાંથી રાહત મળી હતી પરંતુ ફરીથી શાકભાજી અને ખાણીપીણીની લારીઓ શહેરના રસ્તાઓ ઉપર ઉભી રાખવામાં આવે છે જે રાહદારીઓ અને વાહનોને અડચણરૂપ બની રહી છે જેના લીધે ટ્રાફિકના પ્રશ્ન સર્જાય છે. આવા લારીધારકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે ત્યારે તેઓને યોગ્ય જગ્યા ન મળવા બાબતે તેમની ફરિયાદ રહે છે.પાલિકા દ્વારા ખાડીયા વિસ્તારના શ્યામાપ્રસાદ મુખરજી પાર્ટી પ્લોટમાં શાકભાજી-લારીઓ માટે ફાળવવા નક્કી કરાયું છે ત્યારે આ સ્થળે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે કે જેથી ટ્રાફિક સરળ અને સુચારુ બની રહે તેવું સૂચિત કરાયું છે. નોંધનીય છે કે શ્યામા પ્રસાદ મુખરજી પાર્ટીપ્લોટ પાલિકા દ્વારા ભાડાપટ્ટે આપવામાં આવેલ છે જે ભાડા કરાર પૂરો ના થાય ત્યાં સુધી પાલિકા આ જગ્યા લારીધારકોને ફાળવી શકે તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો