તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉ.ગુ.ના અછત અને અસરગ્રસ્ત 31 તાલુકાના 92 ટકાથી વધુ ખેડૂતોને 51.07 અબજ રૂપિયા ચુકવાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તર ગુજરાતના અછતગ્રસ્ત અને અસરગ્રસ્ત 31 તાલુકાઓમાંથી કુલ 5,86,152 ખેડૂતોએ સહાય માટે અરજી કરી હતી. જે પૈકી અત્યાર સુધીમાં 5,40,448 ખેડૂતોને રૂ.51.07 અબજનું ચુકવણું કરાયું છે. જોકે, બાકી રહેતાં 45704 ખેડૂતોને માર્ચ મહિનો પૂરો થાય તે પહેલાં સહાયની રકમ ચૂકવી દેવાશે તેવો તંત્રનો અંદાજ છે.

ઉત્તર ગુજરાતના 21 અછતગ્રસ્ત તાલુકાની સ્થિતિ જોઇએ તો મહેસાણાના 4 તાલુકાના 6087, પાટણના 8 તાલુકાના 6749, બનાસકાંઠાના 9 તાલુકાના 19617 મળી કુલ 32453 ખેડૂતોને સહાય ચૂકવવાની બાકી રહે છે. તેવી જ રીતે અસરગ્રસ્ત 10 તાલુકાની સ્થિતિ જોઇએ તો મહેસાણાના 5 તાલુકાના 6447, બનાસકાંઠાના 4 તાલુકાના 6780 અને પાટણના 1 તાલુકાના માત્ર 24 ખેડૂતો મળી કુલ 13251 ખેડૂતોને સહાય ચૂકવવાની બાકી રહે છે. તમામ 31 તાલુકાના બાકી રહેતા 45704 ખેડૂતોને માર્ચ મહિનો પૂરો થાય તે પહેલાં સહાય ચૂકવવાનું કામ પૂર્ણ કરાશે. સહાયને લઇ ખેડૂતોને મોટી રાહત થઇ છે.

અસરગ્રસ્ત 10 તાલુકાની સ્થિતિ પર નજર
જિલ્લો તાલુકા અરજી નિકાલ ચુકવણું

મહેસાણા 05 93.19 % 6.60 અબજ રૂપિયા

બનાસકાંઠા 04 89.35 % 4.58 અબજ રૂપિયા

પાટણ 01 99.68 % 84 કરોડ રૂપિયા

કુલ 10 92.10 % 12.02 અબજ રૂપિયા

અછતગ્રસ્ત 21 તાલુકાની સ્થિતિ પર નજર
જિલ્લો તાલુકા અરજી નિકાલ ચુકવણું

મહેસાણા 04 92.68 % 3.80 અબજ રૂપિયા

પાટણ 08 90.92 % 12.41 અબજ રૂપિયા

બનાસકાંઠા 09 95.40 % 22.84 અબજ રૂપિયા

કુલ 21 93.69 % 39.05 અબજ રૂપિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો