તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chanasma News Donadara Pvt Accusations Against Acharya Teachers Regarding Mental Harassment To The School Teacher 022102

દાણોદરડા પ્રા. શાળાના શિક્ષિકાને માનસિક પજવણી અંગે અાચાર્ય-શિક્ષકો સામે અાક્ષેપો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્માના દાણોદરડા ગામે પ્રા.શાળાના શિક્ષકો વચ્ચે છેલ્લા દોઢ માસથી ગજગ્રાહ થતાં અને શાળામાં ફરજ બજાવતા અેક શિક્ષિકાને શાળાના આચાર્ય વગેરે દ્વારા માનસિક પરેશાન કરાતા હોવાનો આક્ષેપ સાથે શિક્ષિકાના પતિઅે ચાણસ્મા પોલીસ મથકે લેખિત ફરિયાદ અાપતાં ચકચાર મચી છે. પોલીસ અને તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ કરાવીને અાગળના પગલાં લેવાશે તેમ જણાવ્યું હતું.

દાણોદરડા ગામે પ્રાથમિક શાળાના આચાર્ય ધીરજીભાઈ દેસાઈ દ્વારા શિક્ષિકા જલ્પાબેન વ્યાસને વારંવાર અપમાનિત કરી અન્ય શિક્ષકોને સાથ આપી પરેશાન કરાતા હોવાની રાવ શિક્ષિકા દ્વારા તાલુકા કેળવણી નિરીક્ષકને કરાઇ હતી. પરંતુ કંઇજ કાર્યવાહી ન કરવામાં આવતાં છેવટે તેમના પતિ દ્વારા ચાણસ્મા પોલીસ મથકે લેખિતમાં જાણ કરતાં પોલીસ દ્વારા તે મામલે શાળામાં જઇ શિક્ષકો અને ગ્રામજનોના નિવેદનો સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

જો કે, શાળાના આચાર્ય ધીરજીભાઈ દેસાઈઅે કંઈજ કહેવાનો ઇન્કાર કર્યા હતો. અેસએમસી પ્રમુખ ગોપાળજી ઠાકોરે જણાવ્યું કે ખોટો વહેમ રાખી શાળાને બદનામ કરવા ખોટો મામલો ઉભો કરાતો હોવાનું જણાય છે. પૂર્વ સરપંચ વિષ્ણુભાઇ પટેલે ગામલોકો દ્વારા કસુરવારોની અન્યત્ર બદલી થાય તે માટે કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાશે તેમ જણાવ્યું હતું.

તમામ પક્ષો પાસેથી હકીકત જાણીને પગલાં લેવાશે
તાલુકા કેળવણી નિરીક્ષક સરોજબેન પટેલે જણાવ્યું કે દાણોદરડા પ્રા.શાળામાં શિક્ષિકા જલ્પાબેન વ્યાસ વતી તેમના પતિ કિરણભાઈ દ્વારા શાળાના આચાર્ય અને અન્ય શિક્ષકો દ્વારા હેરાન કરતા હોવાની રજૂઆત આવી છે. જે અન્વયે શિક્ષકો, આચાર્ય અને ગ્રામ લોકોને મળી સાચી હકિકત જાણ્યા બાદ શું કાર્યવાહી કરવી તે નક્કી થશે.

અન્ય સમાચારો પણ છે...