હનુમાન દાદાની ભક્તિ અને પાઠ રાત્રે 12 થી 4 કલાક દરમિયાન કરવાથી તેનું ફળ મળે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે તળાવ નજીક અાવેલ હનુમાનજી દાદાના મંદિરે 22 મો પાટોત્સવ વૈશાખ સુદ 6 ને શુક્રવારના રોજ ધામધુમથી યોજાયો હતો. અા પ્રસંગે દાદાની મૂર્તિને સિંદુરથી લેપ કરાયો હતો. સાંજે સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં અાવી હતી જ્યારે રાત્રે ગામના રહીશ વ્યાસ મેહુલકુમાર કાન્તીલાલના યજમાનપદે સુંદરકાંડના પાઠનું અાયોજન કરાયું હતું જેમાં કલોલના શ્રી સીતારામ સુંદરકાંડ પરિવારના રેણુંકાબેન પ્રજાપતિ અને તેમના મહિલા વૃંદે સંગીતમય પાઠ કરાવી ભક્તોને રસ તરબોળ કર્યા હતા.

કલોલની અા મહિલાઅો ભગીનીઅોના વૃંદ દ્વારા 11 વર્ષથી નિશુલ્ક સુંદરકાંડના પાઠ કરવામાં અાવી રહ્યા છે.મુકુંદભાઇ વ્યાસના અામંત્રણથી પધારેલા કલોલના રેણુંકાબેન પ્રજાપતિ અને સહયોગી મહિલા વૃંદે સતત દોઢ કલાક સુધી મૃદંગના ડમરૂ સહીતના વાજિંત્ર સાથે સંગીતમય પાઠ કરાવ્યો હતો.

પાઠનું મહાત્મય સમજાવતાં તેમણે કહ્યું કે હનુમાનજી દાદાની ભક્તિ રાત્રે 12 થી 4 વાગ્યા દરમ્યાન કરવામાં અાવે તો તેનું ફળ મળે છે. હનુમાનચાલિસા દેવતાઅોઅે હનુમાનજી દાદાને અાપેલા અાશીર્વાદનું અાલેખન છે. ભરતભાઇ રાવલે ભગીની શક્તિના પ્રદાનને બિરદાવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...