તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં 16 થી 24 જાન્યુ.સુધી કલામહોત્સવ યોજાશે, 37 ઇવેન્ટમાં 13 સ્પર્ધકો ભાગ લેશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણમાં 16 થી 24 જાન્યુઆરી સુધી તાલુકા અને જિલ્લા કક્ષાના કલા મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં સૌપ્રથમ તાલુકા કક્ષાના કલા મહોત્સવનો પ્રારંભ વૌવા સાંતલપુર તાલુકા પ્રાથમિક શાળા ખાતે કલા મહોત્સવ યોજાશે. સમી તાલુકાનો 18 જાન્યુઆરીના રોજ મોડેલ સ્કુલ સમી ખાતે ,શંખેશ્વર તાલુકાનો શંખેશ્વર ખાતે .રાધનપુર તાલુકાનો 19 જાન્યુઆરીના રોજ આદર્શ વિદ્યાલય રાધનપુર ખાતે, પાટણ અને સરસ્વતી તાલુકાનો 20 જાન્યુઆરી, 21 જાન્યુઆરીના રોજ સિદ્ધપુર અને હારિજ તાલુકાનો મળી કુલ ચાર તાલુકાના કલા મહોત્સવ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં રંગભવન હોલ અને કન્વેન્શન હોલ ખાતે યોજાશે.ચાણસ્મા તાલુકાનો ૨૨ જાન્યુઆરીના રોજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઝીલીયા ખાતે યોજાશે. 24 જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાના કલા મહોત્સવનું આયોજન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના રંગભવન હોલ,કન્વેન્શન હોલ અને ગાંધી સ્મૃતિ હોલ ખાતે કર્યું છે.કલા મહોત્સવમાં અલગ અલગ વય જૂથ માટે તાલુકા થી લઈ જિલ્લા, પ્રદેશ અને રાજ્ય કક્ષા સુધી જુદી જુદી ૩૭ જેટલી સ્પર્ધાઓનું આયોજન કરાનાર છે. જેમાં આજદિન સુધીમાં 13145 સ્પર્ધકોએ નોંધણી કરાવી છે તેમ જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો