તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુક્રવારે પાટણ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળા યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે પાટણ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળા યોજાયો હતો જેમાં સાધન સહાય રૂપે જિલ્લાના 2413 લાભાર્થીઓને ચેક,કીટ,તેમજ સાધનો રૂપે અંદાજીત રૂ.1.83 કરોડની સહાય ચુકવણી અાજના દિવસે હાથ ધરાઇ હતી.જયારે અાવખતે પ્રથમવાર પ્રેશર કુકર અાપવામાં અાવ્યા હોઇ લાભાથીઅો કુકર લેવા ઉલટપૂર્વક અાવ્યા હતા જેમાં કેટલાક લાભાર્થીઅોઅે ખોખું ખોલીને કુકર જોઇ ખુશી પણ દર્શાવી હતી.

પાટણના ચાણસ્મા હાઇવે ઉપર અાવેલ શાકમાર્કટ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જોકે સાધન સહાય જે તે તાલુકાઅોમાં ચૂકવવાની વ્યવસ્થા કરાઇ છે.અહીં પાટણ અને સરસ્વતી તાલુકાના લાભાર્થીઅોને બોલાવાયા હતા જેઅોને કુકર સહીતની સહાય અાપવામાં અાવી હતી.જોકે અાખા વર્ષ 2018-19 દરમિયાન જિલ્લાના 38419 લાભાર્થીઓને સરકારની અનેકવિધ યોજનાઓ અંતર્ગત રૂ.34.51 કરોડ ઉપરાંતની સહાય આપવામાં આવી છે તેમ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું. અા પ્રસંગે જિલ્લા કલેકટર આનંદ પટેલ, ડીડીઅો રાજેશ રાજયગુરૂ, પ્રાંત અધિકારી ડી.બી.ટાંક,નાયબ ડીડીઅો એમ.એન.ચૌહાણ,મામલતદાર અશોક સીરેસીયા,જિ.પં.પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ, સિધ્ધપુરના પ્રાંત અધિકારી જે.એમ.તુવર, ડીઅારડી નિયામક દિનેશભાઇ પરમાર, ,જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેશ પટેલ, ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલ વગરે ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...