તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા ખરીદ વેચાણ સંઘની તાલુકા વાઇઝ બ્રાન્ચ શરૂ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણના સંતોકબા હોલ ખાતે શનિવારના રોજ જિલ્લા સહકારી ખરીદ અને વેચાણ સંઘની 19 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં વર્ષ દરમ્યાન સંઘને થયેલ વાર્ષિક કુલ 1654214 આવકમાંથી 1542770 ખર્ચ બાદ કરતા રૂ. 111444 નો ચોખ્ખો નફો થયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ઈફકો કંપનીના માર્કેટિંગ મેનેજર એન એસ પટેલે રાજ્ય અને દેશમાં પર્યાવરણ બગડી રહ્યું છે જેથી તેને બચાવવા માટે ખેડૂતોએ લીમડાનું વધુમાં વધુ વાવતેર કરવા અપીલ કરી હતી.બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે જિલ્લા સહકારી સંઘ નફા માટે નહીં પરંતુ ખેડૂતોના ફાયદા માટે શરૂ કરવામાં આવ્યો હતો અને હાલના સમયમાં ખેડૂતોને લક્ષ્મીની નહીં પરંતુ સરસ્વતીની જરૂર છે જેથી સંઘ દ્વારા વધુમાં વધુ ખેડૂતોને ટેક્નોલોજી અને ઉપયોગી માહિતી આપવામાં આવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જિલ્લામાં વધુ ખેડૂતોને મદદરૂપ થઇ શકાય તે માટે તાલુકા વાઈઝ શાખાઓ શરૂ કરવામાં આવશે જે પૈકી બે તાલુકાઓમાં તાજેતરમાં બ્રાન્ચ શરૂ કરાશે. આ કાર્યક્રમમાં સંઘના ચેરમેન દેવાભાઇ દેસાઈ,મેનેજર સુરપાલસિંહ રાજપૂત સહીત હોદેદારો અને સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...