તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ મેળામાં દિલીપ ઠાકોરની જીભ લપસી દવાખાનાઅોને કતલખાના ગણાવી દીધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બે દિવસીય કૃષિ મેળાને રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી દિલીપકુમાર ઠાકોરે ખુલ્લો મુક્યો હતો.મંત્રીઅે રાજ્ય સરકારે દુષ્કાળગ્રસ્ત પાટણ જિલ્લાના ખેડૂતોને સહાય આપવા માટે રૂ.183.64 કરોડ મંજુર કરાયાનું જણાવ્યું હતું. તેઅોના હસ્તે રીલાયન્સ ફાઉન્ડેશનની ખેતી વિષયક, પશુપાલન, બાગાયત, સરકારી યોજનાની માહિતી અાપતી વોઇસ મેસેજની એપ્લિકેશનથી વધુ 10000 ખેડૂતોને લાભાન્વિત કરાયા હતા.જોકે અા પ્રસંગે મંત્રીની જીભ લપસી હતી અને દવાખાનાઅોને કતલખાના ગણાવી દીધા હતા.

શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે ઝેર(ઓક્સિટોશીન ઈન્જેક્શન)વાળુ દુધ અને અનાજ ખાવાથી જીવતા માણસના કતલખાના તૈયાર જ હોય છે. ડોક્ટરોના દવાખાનાઅોમાં જવુ પડે છે.કોઇને કેન્સર થઇ જાય તો કોઇને નળીયો બ્લોક થઇ જાય. તે બધા પાછળ આપણે જવાબદાર છીએ. અાપણે બધાં જાનવરના લેબોટરી રીપોર્ટ કરાવવા જોઇએ .જયારે ગાયનું દુધ ઘી તેનું ઝરણ છાણ વગેરેનો ઉપયોગ કરવાથી મનુષ્ય ભયંકર કેન્સર સહિતના રોગમાંથી મુક્ત થઇ શકે છે તેવું જણાવ્યુ હતું.

અા પ્રસંગે સંકલિત જીવાત,પોષણ વ્યવસ્થાપન,વૈજ્ઞાનિક ખેતી ,મૂલ્યવર્ધન, ટકાઉ ખેતી, જીરૂં, બાગાયતી પાકો, સોઇલ હેલ્થ કાર્ડ, પશુપાલન અંગે માર્ગદર્શન અપાયું હતું. પ્રગતિશીલ ખેડૂતોને શાલ ઓઢાડી સન્માનાયા હતા. બેસ્ટ આત્મા ગૃપ એવોર્ડ અને ખેતીવાડી સહાયના ચેકોનું વિતરણ કરાયા હતા. જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે સ્વાગત પ્રવચન આપ્યું હતું. જિ. પં. પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ, ડીડીઅો રાજેશ રાજયગુરૂ, પૂર્વ પ્રમુખ મોહનભાઇ પટેલ, બ્રહ્માકુમારી નીલમ દીદી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...