તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધપુરમાં રેલવે સ્ટોપેજ અાપવા ફુટ ઓવરબ્રિજ બનાવવા માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર ખાતે જાગૃત નાગરિક સમિતીની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં શહેરના દરેક વેપારી એસોસિએશનના પ્રમુખ અને મંત્રીઓ હાજર રહ્યા હતા.આ બેઠકમાં હાજર રહેલ સભ્યો સાથે શહેરની જનતાની જરુરીયાત અને વિકાસને લગતાં કાર્યો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શહેરમાં રેલ્વે સ્ટોપેજ અાપવા, રેલવે ફુટ ઓવનબ્રીજની માંગ પૂરી કરવી , શિક્ષણનું સ્તર, સીવીલ હોસ્પિટલમાં તબીબો મૂકવા તેમજ રેલ્વે સ્ટેશનથી ઝાંપલીપોળ સુધીના માર્ગમાં મહિલાઓ માટેના ટોયલેટની સુવિધા બાબતે ઘટતું કરવા માટે વિચારણા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ સમિતીના મંત્રી કૌશલભાઈ જોશી, લીગલ એડવાઈઝર ચીનુભાઈ ભ્રહ્મભટ્ટ, ઝહુરભાઈ મન્સૂરી, સુરેશભાઈ પંચાલ, ડો. મહેશ નાયક, પ્રફુલભાઇ મહેતા, ડો. અતુલ મેવાડા, ડો.જયેશ સુથાર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...