પાટણ યુનિવર્સીટીમાં ડિગ્રી સર્ટીના કવરના અભાવે છાત્રોને ડિગ્રી સર્ટી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ યુનિવર્સીટીમાં ડિગ્રી સર્ટીના કવરના અભાવે છાત્રોને ડિગ્રી સર્ટી મળવામાં વિલંભ થતાં દિવ્ય ભાસ્કર દ્વારા અહેવાલ પ્રકાશિત કરાતા સ્ટ્રોંગ રૂમ વિભાગ સહિત પરીક્ષા વિભાગ દોડતું થયું હતું અને ઝડપથી કવર મંગાવી વિતરણની કામગીરી શરૂ કરી હતી .

યુનિવસિર્ટીમાં 22 એપ્રિલમાં રોજ 2017 ના 28 હજાર છાત્રોના ડિગ્રી સર્ટી આવ્યા હતા પરંતુ ડિગ્રી સર્ટિ ભરવા માટે કવર જના હોય ડિગ્રી સર્ટી વિતરણની કામગીરી ખોરંભે ચડતા છાત્રોને સર્ટી મળવવામાં વધુ વિલંભ થઇ રહ્યો હતો ત્યારે વિદ્યાથીઓના હિત માટે દિવ્ય ભાસ્કર દ્વારા અહેવાલ પ્રકાશિત કરી સતાધીશોનું ધ્યાન દોરતા તાત્કાલિક પરીક્ષા વિભાગ અને સ્ટ્રોંગ રૂમના જવાબદાર કમર્ચારીઓને સૂચનાઓ આપતા દોડતા થયા હતા. પ્રિન્ટિંગ પ્રેસને કવર પહોંચાડવા માટે દબાણ કરતા સોમવારે 10 હજાર જેટલા ડિગ્રી સર્ટીના કવર આવ્યા હતા અને જેને લઇ મંગળવારથી પરીક્ષા વિભાગ દિવસના એક હજાર જેટલા ડિગ્રી સર્ટીઓ વિતરણની કામગીરી શરૂ કરી હતી અને ગણતરીના દિવસોમાં જે તે છાત્રોને પોતાના રહેણાંક સરનામા પર ડિગ્રી સર્ટી મળી જશે તેવું પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...