તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વારેડા ગામમાં બહેનની છેડતી કરનારને પિતરાઇઅે શાળામાં જઇ પટ્ટાથી ફટકાર્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરસ્વતી તાલુકાના વારેડા ગામની જાગૃતિ ઉત્તર બુનિયાદી વિધાલયમાં અભ્યાસ કરતી અેક વિધાર્થીનીની સહપાઠી વિધાર્થીઅોઅે છેડતી કરી હતી જેને લઇ ગામમાં તનાવ સર્જાયો છે જેમાં સગીરાના ભાઇઅે શાળામાં જઇ ચાલુ કલાસે દશ બાળકોને પટ્ટાથી માર મારતાં બૂમાબૂમ મચી જવા પામી હતી જેને લઇ તેની સામે ફરીયાદ થતાં તેને પોલીસ દ્વારા પકડી લેવાયો હતો.દરમ્યાન સગીરાઅે તેની છેડતી કરનાર વિધાર્થીઅો સામે ફરીયાદ અાપતાં વધુ તપાસ સીપીઅાઇને સોંપાઇ છે.

સરસ્વતી તાલુકાના વારેડા ગામે અાવેલ જાગૃતિ ઉત્તર બુનીયાદી વિધાલયમાં બુધવારે ચાલુ કલાસે બપોરે તત્વજ્ઞાનનો પીરીયડ ચાલી રહયો હતો ત્યારે ગામનોજ રહીશ સચીન સોરાબજી ઠાકોર શાળામાં ધસી ગયો હતો અને શાળા બંધ કરાવી દેવાની છે તેમ કહી તેનો કમરપટ્ટો કાઢીને અાઠ થી દશ બાળકોને માર્યા હતા જેને લઇ બાળકો અને શિક્ષકે બૂમાબૂમ કરતાં બધા દોડી અાવતાં સચીને કાલે કોઇ ભણવા અાવશે તો જાનથી મારી નાખીશ તેમ કહી જતો રહયો હતો. સાંજે શાળા છૂટ્યા પછી અેક બાળક ઘરે જઇ રડવા લાગતાં તેણે હકીકતની જાણ કરતાં અન્ય બાળકોના વાલીઅો અને અાગેવાનોઅે સાથે મળી ગુરુવારે વાગડોદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે તેને પકડી લોકઅપમાં પૂરી દીધો હતો. દરમ્યાન અન્ય અેક ફરીયાદ શાળામાં અભ્યાસ કરતી અેક 16 વર્ષીય સગીરાઅે દુધારામપુરાના અેક અને વારેડા ગામના નવ છાત્રો સામે તેણી સાથે શારીરીક છેડછાડ કર્યાની ફરીયાદ નોંેધાવી છે જેમાં પોલીસે કાયદાના સંદર્ષમાં અાવેલા કિશોરો દર્શાવી તેઅોની સામે પોકસો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં અાવી છે.અા ઘટનાના અનુસંધાનમાં પટ્ટાથી મારવાની ઘટના બની હોવાનું પોલીસ સૂત્રોઅે જણાવ્યું હતું.

છેડતીની તપાસ કરી રહેલા સીપીઅાઇ વી.અેન.મહિડાઅે જણાવ્યું કે હજુ ફરીયાદીનું નિવેદન લેવાનું બાકી છે . બે અારોપી સગીર હોવાનું સ્પષ્ટ થયું છે. બીજા માટે અોળખની કાર્યવાહી ચાલી રહી છે. કોઇની અટકાયત કરાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો