પાટણમાં જુના કેસના પંચ પાસેથી 300ની લાંચ લેતા કોન્સ્ટેબલ ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અેક પોલીસ કોન્સ્ટેબલને ગુુરુવારે અેસીબી પોલીસે જુના કેસના પંચ પાસેથી રૂ.300 ની લાંચ લેતા રંગેહાથ પકડી પાડયો હતો. અા પંચ સામે જામીનલાયક વોરંટ હતું જેની બજવણી કરવામાં હેરાનગતિ ન કરવા માટે અા લાંચ માંગી હતી.

પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બાબુભાઈ કે રામાનંદીઅે અેક જુના કેસના ફરિયાદી પોલીસ તપાસમાં પંચ તરીકે રહેલા શખ્સનું જામીનલાયક વોરન્ટ નીકળ્યું હતું જેની બજવણીમાં હેરાનગતિ ન થાય તે માટે પૈસાની માગણી કરી હતી જે ફરિયાદી આપવા માગતા ન હોવાથી પાટણ એસીબીમાં ફરિયાદ આપી હતી જેને પગલે પાટણ એસીબીના ઇન્ચાર્જ પી.આઇ એમ જે ચૌધરીએ છટકું ગોઠવી પાટણ ચાણસ્મા હાઇવે પર લીલીવાડી નજીકથી પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ રામાનંદી ને રૂ 300 ની લાંચ લેતા રંગેહાથ પકડી પાડયા હતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેવું પાટણ એસીબીએ જણાવ્યું હતું.

જામીનલાયક વોરન્ટ ની બજવણીમાં હેરાન ગતિ ન થાય તે માટે પેટ્રોલ ખર્ચ પેટે પૈસાની માગણી કરી હતી

અન્ય સમાચારો પણ છે...