તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાનંુ અપહરણ કરી પતિ પાસેથી 50 હજાર ખંડણી વસૂલનાર 7 સામે ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બે મહિલાઓ પાંચ પુરૂષોએ ટોળકીએ અર્ટીકા અને આઇ10 ગાડી લઇને થરાદના ચાગડાથી મહિલાનું પોલીસ ઓળખ આપીને અપહરણ કર્યુ હતુ અને રાધનપુર લઇ જઇને તેમની ક્રાઇમ એન્ડ કરપ્શન સંસ્થાની ઓફિસમાં પુરી રાખીને મહિલા પતિ પાસે રૂ.50 હજાર ખંડણી માગી હતી ત્યારે ગભરાયેલા મહિલાના પતિએ તે રકમ ભરપાઇ કરીને મહિલાને છોડાવી લાવ્યો હતો.તેના દોઢ માસ બાદ રાધનપુર પોલીસ સ્ટેશનની ઘટના પછી પોલીસનો સહકાર લઇને રાધનપુર પોલીસ મથકે સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

ડીસા તાલુકાના જુનાડીસા ગામના સોનલબેન ગણપતિસિંહ રાજપુત ગત 23 ઓક્ટોબરના રોજ થરાદના ચાગડ ગામેથી રહેતી તેમની બહેનને મળવા માટે ગયેલ હતા ત્યારે રાત્રે 9 કલાકે બે મહિલા અને પાંચ પુરૂષ મળી 7 જણા ઘરમાં ઘસી આવ્યા હતા તેઓએ પોલીસ તરીકેની ઓળખ આપી સોનલબેનને તારો પતિ ક્યાં છે તમે હારિજ તાલુકાના રોડા ગામની મહિલાનંુ બીજે સ્થળે લગ્ન કરાવી દીધું છે તેમ કહી સોનલબેન અપહરણ કર્યું હતું. તેને થરા દિયોદર પાસે લઈ તેના પતિને ફોન કરાવી રૂપિયા 50 હજાર આપી પત્નીને લઈ જવા કહ્યું હતું અને કોઈને કહેશો તો મહિલાના પતિને ખોટા કેસ ફસાવી દેવાની ધમકી આપી હતી. ગણપતસિંહ રાધનપુર આવી તેની પત્નીના દાગીના વેચી રૂપિયા 30,000 રોકડા આપ્યા હતા અને મોબાઇલ ફોન પણ લઈ લીધો હતો. મારી પત્ની અને દાગીના પરત મળી ગયેલ છે તેઓ વિડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. રાધનપુર પોલીસ સ્ટેશન વાળી ઘટના બનતા સોનલબેન અને ગણપતસિંહ નકલી પોલીસ હોવાનું જણાતા મહિલાએ રાધનપુર પોલીસ મથકે (1) જયાબેન સોની, (2)મોસીનભાઇ પઠાણ (3) કવિતાબેન (4) દાઢીવાળો ઠકકર (5) ઠાકોર (6) સુરેશ રાજપુત (7) જયેશભાઇ ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પીએસઆઇ પી.બી.ઝાલા ચલાવી રહ્યા છે.

જુનાડીસાનું દંપતી સાચી પોલીસ સમજી બેઠુ હતું
રાધનપુર પીઆઇ સોલંકીએ જણાવ્યું હતું કે ડીસા તાલુકાના જૂના ડીસા ગામના વતની આ શખ્સોને સાચી પોલીસ સમજી બેઠા હતા અને તેમણે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે કે કોઈને કહેશે તો ગંભીર ગુનામાં પકડાવી દેવાની ધમકી આપી હતી.તેથી તેમણે કોઈને વાત કરી ન હતી.પરંતુ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ઘટના બની તે પછી તેમને સાચી હકીકત માલુમ પડતાં તેમણે ફરિયાદ નોંધાવી છે જે અંગે તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો