તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચંદ્રુમાણાની મહિલાઅે બે વર્ષ અગાઉ તેની પર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામની વતની અને અમદાવાદ ખાતે રહેતી મહિલાઅે અાજથી બે વર્ષ અગાઉ ગામના જ ચાર શખ્સોઅે અલગ અલગ દિવસે અને સ્થળે તેની સાથે દુષ્કર્મ કર્યાની પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ અાપતાં પોલીસે તેની ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

મહિલાઅે તેની ફરીયાદમાં જણાવ્યા મુજબ અાજથી બે વર્ષ અગાઉ નરસંગ ઠાકોર નામના યુવકે તેણીના ફોટા સાથે પોતાનો ફોટો અશ્લીલ બનાવી બિભત્સ માંગણી કરી દુષ્કર્મ કર્યું હતું.

અા પછી જોઇતાભાઇ પટેલ,ભદ્રેશ પટેલ અને અમીત પટેલે અલગ અલગ સ્થળે અલગ અલગ રીતે તેની સાથે દુષ્કર્મ અાચર્યું હતું તેવી ફરીયાદ અાપતાં ચારેય શખ્સો સામે ઇપીકો કલમ 376(1) અને અાઇટીઅેકટ કલમ મુજબ ગુનો નોંધી પીઅાઇ ડી.વી.ડોડીયા તપાસ ચલાવી રહયા છે.

ગામના ચાર શખ્સોઅે અલગ અલગ રીતે અલગ અલગ સ્થળે દુષ્કર્મ કર્યાની પાટણ તાલુકા પોલીસમાં ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો