પાટણ જિલ્લામાં 4.97 કરોડ બાકી વેરા વસૂલાત માટે કેમ્પો શરૂ કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાના 475 ગામોમાં પંચાયત અને મહેસુલીવેરાની4.97 કરોડની વસુલાત બાકી છે.વર્ષ પૂરું થવા આવ્યું છતાં વસુલાત વધારે બાકી હોવાથી ગામોમાં વેરા વસૂલાત માટે કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે આ પ્રસંગે મંગળવારે 28 ગામોમાં કેમ્પો કરી વેરા વસૂલાત કરવામાં આવી હતી.

આખુ વર્ષ પૂરું થવા આવ્યું છતાં પાટણ જિલ્લાના 475 ગામોમાં પંચાયત વેરાની રૂ 2.68 કરોડ અને મહેસુલી વેરાની રૂ.2.29 કરોડની વસુલાત બાકી છે આ વસૂલાત કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખે તમામ ગામોમાં વેરા વસૂલાતના કેમ્પ કરવા માટેતાલુકા વિકાસ અધિકારીઓને સૂચના આપી છે અને આ કેમ્પોનું જિલ્લા પંચાયત દ્વારા સિધુ મોનિટરિંગ થઈ રહ્યું છે. માર્ચ અંત સુધીમાં તમામ બાકી વસુલાત પૂરી કરવા માટેના ટાર્ગેટ સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે.મંગળવારે 28 ગામોમાં કેમ્પ કરવામાં આવ્યા હતા.આ કેમ્પમાં પાટણ તાલુકાના ધરણોજ,કુણઘેર, ડેરાસણા,સંખારી,મણુંદ,માડોત્રી કુડેર,સરસ્વતીના ઓઢવા,કાતરા, સમાલ,અજીમાણા,કાનોસણ ખારેડા,શંખેશ્વરના ખીજડીયારી, જેસડા,ટુવડ,દાતિસણા,સમીના દાંત કા દાદર, કનીજ, ચડિયાણા, અદગામ,કઠીવાડા,રાધનપુરના હમીરપુરા,ગોતરકા,સાંતલપુરના કોલીવાડા,વારાહી આતરનેશ, સીધાડા સહિતના ગામોમાં કેમ્પ કરીને બાકીદારો પાસેથી વેરા વસુલાત શરૂ કરાઇ છે. 28 ફેબ્રુઆરી સુધી જિલ્લાના તમામ 475 ગામોમાં કેમ્પો કરી વસુલાત કરવામાં આવશે.

પંચાયત અને મહેસુલીવેરાની વેરા બાકીદારોની સામે તંત્રની લાલ આંખ

28 ગામોમાં કેમ્પ થયા, 28 ફેબ્રુઆરી સુધીમાં તમામ 475 ગામોમાં કેમ્પ થશે


અન્ય સમાચારો પણ છે...