12 મે સુધી બ.કા.,સા.કાં.માં ભારે પવન સાથે થઇ શકે છે વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પલટાયેલા વાતાવરણના કારણે શુક્રવારે પોણો ડિગ્રી જેટલો ગરમીનો પારો ઘટ્યો હતો. પ્રતિ કલાકે 10 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન કારણે ગરમી જાણે ગાયબ જ થઇ ગઇ હોય તેવો અનુભવ થયો હતો. સવારે અને સાંજનું વાતાવરણ આલ્હાદક બન્યું હતું. બીજી બાજુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તા.12 મેને સવારે 8.30 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે પવન વચ્ચે વરસાદ વરસશે તેમજ મહેસાણા અને પાટણ જિલ્લામાં છુટા છવાયો વરસાદ પડી શકે છે.

ઉત્તર ગુજરાતમાં મહેસાણાનું 37.9(-0.5), પાટણનું તાપમાન 37.3(-0.7), ડીસાનું તાપમાન 37.0(-0.8),ઇડરનું તાપમાન 37.6(-0.8),મોડાસાનું તાપમાન 37.9(-0.4) ડિગ્રી નોંધાયું હતું

અન્ય સમાચારો પણ છે...