Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યુનિ.માં ભ્રષ્ટાચારની સજા રૂપે ડો.અાદેશપાલને સ્વૈચ્છિક નિવૃત્તિ અાપવાનો કારોબારીનો નિર્ણય
હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીના અંગ્રેજી વિભાગના પ્રોફેસર ડૉ આદેશપાલ સામે ગુજરાત યુનિવર્સીટીમાં ફરજના સમયકાળ દરમ્યાન થયેલા ભષ્ટાચારના આરોપ લોકાયુક્તમાં પુરવાર થતા સરકારે સજા કરવા સૂચના આપતા યુનિ.માં શનિવારે મળેલ ઇસી બેઠકમાં સજા રૂપે ડૉ. આદેશપાલને નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લેવા આદેશ કરતો નિર્ણય કર્યો છે.
યુનિવર્સિટીના ડાયસ્પોરા વિભાગમાં એચઓડી તરીકે ફરજ બજાવતા ડૉ.આદેશપાલ ગુજરાત યુનિવર્સીટીમાં ફરજ પર હતા તે દરમ્યાન બાંધકામ સહીત ખોટી રીતે નોકરી પર રાખવા જેવા વિવિધ આરોપો સાથેની લોકાયુક્તમાં ફરિયાદ થતા તપાસના અંતે ભષ્ટાચાર થયો હોવાનું સાબિત થતા લોકાયુકતે સજા કરવા સરકારમાં ભલામણ કરતા સરકારે હેમ.યુનીને પત્ર લખી સજા કરવા સૂચના આપી હતી ત્યારે બે ઇસીમાં નિર્ણય ન લેવાયા બાદ અંતે શનિવારે ઇસી બેઠક મળી હતી જેમાં કમિટીએ રિપોર્ટ અનુસંધાને ચર્ચા બાદ સસ્પેન્ડ કરવા અથવા અન્ય કોઈ સજાકીય પગલાં લેવાના બદલે તેમને નોકરી માંથી ફરજીયાત સ્વૈચ્છિક નિવૃત્તિ લેવી પડશે તેવો નિર્ણય કર્યો હતો અને તેનો ઠરાવ કરી અમલીકરણ માટે મુલત્વી રાખવામાં આવ્યો છે.
પાટણ યુનિ.માં ગેરરીતી મામલે 2015 માં 4 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા બાદ તાજેતરમાં જ પરત ફરજ પર લેવાયા હતા
નિવૃત્તિના 5 વર્ષ જ બાકી : નિવૃત્તિ લે તો મામલો દબાશે ?
આદેશપાલ ઈ.સ 1994 -1995 માં યુનિમાં રીડર પ્રોફેસર તરીકે લાગ્યા હતા અને હવે અંદાજે સાડા ચાર થી પાંચ વર્ષ જેટલો સમય નિવૃત્તિ માટે બાકી છે ત્યારે તે પહેલા જો તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લે તો તેમના ઉપર લાગેલા તમામ આક્ષેપો અને સજાનો મામલો પણ પૂર્ણ થઇ જાય અને તેઓને તમામ લાભો પણ મળી શકે છે જેથી નોકરી પણ ન જાય અને નિર્દોષ છૂટવાની સાથે તમામ લાભો પણ મળી શકે છે તેવું એક શૈક્ષણિક તજજ્ઞ દ્વારા જણાવ્યું હતું.