તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભોજાભાઈ આહીર રાધનપુર તા.ખ. વેચાણ સંઘના ચેરમેન પદે ફરી ચૂંટાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર તાલુકા ખરીદ-વેચાણ સંઘના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી શનિવારે ખરીદ-વેચાણ સંઘ કાર્યાલય ખાતે યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે તાલુકા ભાજપના પ્રમુખ ભોજાભાઈ જહાભાઈ આહીરની ફરીથી વરણી કરાઇ હતી. વાઇસ ચેરમેન તરીકે ગફૂરભાઇ ગાંડાભાઈ ભરવાડ પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટણી અધિકારી તરીકે મામલતદાર મનસુખભાઇ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારબાદ રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં છણીયાથર ગામે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ મહાલક્ષ્મી, બાબુભાઇ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકી, લગધીરભાઈ ચૌધરી, સાંતલપુર તાલુકા ભાજપ પ્રમુખ સક્તાભાઈ ચૌધરી, સમી તાલુકા પ્રમુખ ભૂપતજી ઠાકોર તેમજ ત્રણેય તાલુકાના સંગઠનના હોદ્દેદારો, સહકાર ક્ષેત્રના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...