તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ ખાતે બુધવારના રોજ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ ખાતે બુધવારના રોજ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસમાં જન્મ લેતાની સાથે નેતા બની જવાય છે પરંતુ ભાજપના વડાપ્રધાન પુરુષાર્થ કરીને નેતા બન્યા છે.અનુસંધાન પાના નં 2..

સભામાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિએ કોંગ્રેસ સામે પ્રહાર કરતા સમયે ભાન ભૂલતા કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ સામે લડવા માટે ત્યાં આપણો વડનગરનો દૈત્ય બેઠો છે ત્યારે નરેન્દ્ર મોદીને દૈત્ય (રાક્ષસ ) કેહતા સમગ્ર સભામાં ચર્ચાનો વિષય બન્યો હતો તો સ્મૃતિ ઈરાનીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસમાં જન્મ લેતાની સાથે નેતા બની જવાય છે પરંતુ ભાજપના વડાપ્રધાન પુરુષાર્થ કરીને નેતા બન્યા છે તો વધુમાં કોંગ્રેસની વાસ્તવિકતા જોવી હોય તો 15 વર્ષથી કોંગ્રેસ અમેઠીમાં જીતે છે છતાં તેનો કોઈ વિકાસ થયો નથી તેની સામે ગુજરાતની સરખામણી કરી લો,.અને રાહુલ ગાંધી ફક્ત એક જ વાર જ દેખાય છે અને એ પણ ચૂંટણીનું ફોર્મ ભરવા માટે જ.

અન્ય સમાચારો પણ છે...