તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ન્યુઝ | રાધનપુર / પાટણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | રાધનપુર / પાટણ

રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાનો સોમવારે અંતિમ દિવસ હોવાથી ભાજપ-કોંગ્રેસ એનસીપીના ઉમેદવારો તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરશે એટલે આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશ. ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીજંગમાં ઝંપલાવે તેવી શક્યતા છે. ભાજપ-કોંગ્રેસે રવિવારે મોડી સાંજ સુધી સત્તાવાર રીતે ઉમેદવાર જાહેર ન કરતા આખો દિવસ એકબીજા આગેવાનોના નામ ઉમેદવાર તરીકે ચર્ચામાં રહ્યા હતા જેને પગલે રાજકીય માહોલ ગરમાયો હતો.

રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પસંદ કરવા માટે ગાંધીનગરમાં રવિવારે ભારે કસ્મકશ ચાલી હતી. કોંગ્રેસમાં પ્રદેશ કોંગ્રેસ મંત્રી રઘુભાઇ દેસાઈ અને ડૉ.ગોવિંદ ઠાકોરના નામો ચર્ચામાં રહ્યા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસમાંથી ડૉ. ગોવિંદ ઠાકોરનું નામ છેવટ સુધી ફાઈનલ હતું, પરંતુ અંતિમ ક્ષણોમાં અલ્પેશ ઠાકોર વચ્ચે આવી જતા ડૉ. ગોવિંદ ઠાકોરની ટિકિટ કપાઈ ગઈ હતી.

જો કે ભાજપમાં અલ્પેશ ઠાકોરનું નામ ફાઇનલ હોવાથી સોમવારે ગાંધી ચોક ખાતે સભા કર્યા બાદ12:39 વિજય મુહૂર્તમાં વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવશે. જ્યારે એનસીપીમાંથી ફરશુભાઈ ગોકલાણી ગ્રીનપાર્કમાં સભા કર્યા બાદ ઉમેદવારી ફોર્મ ભરશે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીલોટ ત્રણ રસ્તા ખાતે સભા કર્યા બાદ ઉમેદવારી ફોર્મ ભરશે કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર ભરવા માટે પ્રદેશ પ્રમુખ ચાવડા હાજર રહે તેવી શક્યતા છે.

આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાધનપુર બેઠક પર ભાજપમાંથી અલ્પેશ ઠાકોર ઉમેદવારી કરશે તેમનું ઉમેદવારી ફોર્મ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી મંત્રી વાસણભાઇ આહીર દિલીપજી ઠાકોર સહિત ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...