તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાણસ્મામાં સહકાર ભારતીના 40મા સ્થાપના દિનની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : શુક્રવારે સહકાર ભારતીના 40મા સ્થાપના દિન ને સહકાર ગૌરવદિન તરીકે પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર ખાતે સહકારી ધ્વજ ફહેરાવી ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી હરિભાઈ પટેલ પાટણ જીલ્લા અધ્યક્ષ, સહકાર ભારતીએ સહકાર ભારતીના ગૌરવપૂર્ણ 40 વર્ષમાં મહત્વનાં સમાજોપયોગી કાર્યો, કાર્ય વિસ્તાર અને સહકાર ભારતીના સંસ્થાપકોને યાદ કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદેથી સહકાર ભારતીના પ્રદેશ મંત્રી નિરંજનભાઇ પટેલ, ચાણસ્મા એપીએમસીના સેક્રેટરી દિલીપભાઈ પટેલ,ચાણસ્મા સેવા મંડળીના મંત્રી અજયભાઈ પટેલ અને કોર્પોરેટર ગૌરવભાઇ પટેલ, જયભાઇ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.(ફોટો છે)

અન્ય સમાચારો પણ છે...