તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરસ્વતી તાલુકા પંચાયત કચેરી ખાતે બેટી બચાવો બેટી પઢાઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરસ્વતી તાલુકા પંચાયત કચેરી ખાતે બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત શિબિરનું યોજાઇ હતી જેમાં ચેતના સંસ્થા અમદાવાદ દ્વારા તાલુકા કક્ષાએ શિબિરનું આયોજન કરી દીકરીઓને બેટી બચાવો- બેટી ભણાવો જેથી ગામડાઓમાં દિકરીઓનું પ્રમાણ ઓછું હોવાથી તે માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કિમ્બુવા, ગુલવાસણા, ખલીપુર, જાલેશ્વર પાલડી અને વાછલવા ગામોમાં દીકરીઓની સંખ્યા ખૂબ ઓછી હોવાથી સમાંતર જળવાઇ રહે તે માટે સરપંચોને અને આગણવાડી કાર્યકર્તાઓ આશાઓ એ.એન.એમ અને પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષણગણ અને મેડિકલ ઓફિસર ની હાજરીમાં ચેતના સંસ્થાના અધિકારીઓએ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં સરસ્વતી તાલુકાના વિકાસ અધિકારી એમ.એચ સોની અને સરપંચઓ આંગણવાડી કાર્યકર્તાઓ આશાવર્કર અને સરસ્વતી તાલુકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...