Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વ્યાજના ચક્કરમાં વદાણીના વેપારીનોે અાપઘાતનો પ્રયાસ
સરસ્વતી તાલુકાના વદાણી ગામના ગાદલાના વેપારીઅે ધંધા માટે ત્રણ માણસો પાસેથી વ્યાજે નાણાં લીધા હતા જેમાં કેટલાક ચૂકવવા છતાં કડક ઉઘરાણી કરી ગાડી પડાવી લેવાની ચિમકી અાપતાં હોઇ તતનાથી ત્રાસી જઇ ઝેરી દવા પી અાપઘાતનો પ્રયાસ કર્યો હતો જેઅોને સારવાર દરમ્યાન અાપેલ બયાન અાધારે પોલીસે ચાર શખ્સો સામે ફરીયાદ હાથ ધરી છે.
વદાણીના જાવીદભાઇ દાઉદભાઇ મનસુરી પીંજારાઅે અબલુવાના મહેશભાઇ દેસાઇ પાસેથી રૂ. 120000 લીધા હતા. તે પછી અાસેડાના મુકેશભાઇ દેસાઇ પાસેથી 80 હજાર લીધા હતા જેમાં અડધા પાછા ચૂકતે કર્યા હતા. અા પછી અેક વર્ષ અગાઉ પાટણના રહીશ મયુરભાઇ મારફતે તેમના મિત્ર અશોકભાઇ દરજી પાસેથી રૂ. 80000 મેળવ્યા હતા. જેની મૂડી પાછી અાપી દેવા છતાં ઉઘરાણી કરતા હોઇ ડીસા પાટણ હાઇવે પર નર્સરી પાસે ઘઉમાં નાખવાની ઝેરી દવા પી લેતાં તેમના સબંધીને જાણ કરતાં તેઓ અાવી પાટણ દવાખાને ખસેડયા હતા જ્યાં સભાન હાલતમાં ફરીયાદ ચારેય શખ્સો સામે વાગડોદ પોલી મથકે નોંધાવી હતી.