તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉ.ગુ.યુનિ.ના અંગ્રેજી વિભાગનાં આસિ. પ્રોફેસરની પ્રોફેસર તરીકેની નિયુક્તિ રદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા અંગ્રેજી વિભાગમાં પ્રોબેશન પર રહેલા મહિલા પ્રોફેસર હેતલબેન પટેલની બે વર્ષ દરમિયાન યોગ્ય કામગીરી ન હોઈ ઇસી વિભાગના વડાના રિપોર્ટ આધારે ઇસી બેઠકમાં તેમની પ્રોફેસર તરીકેની નિયુક્તિ રદ કરવાનો નિર્ણય લેવાતાં શિક્ષણક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે.

યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં અઢી વર્ષ અગાઉ પ્રોફેસરની ખાલી પડેલી જગ્યામાં કેમ્પસનાં આસિસ્ટન્ટ પ્રોફેસર હેતલબેન પટેલને પ્રોફેસર તરીકે નિયુક્ત કરાયાં હતાં.

કાયમી પ્રોફેસર માટે તેમને બે વર્ષ પ્રોબેશન પિરિયડમાં રખાયાં હતાં, ત્યારે અગાઉ 6 માસ પહેલાં તેમનો પ્રોબેશન પિરિયડ પૂર્ણ થતાં કામગીરી સંતોષકારક ન હોઈ તેમને વધુ છ માસનો પ્રોબેશન પિરિયડ લંબાવી એક તક અપાઇ હતી. ફરી છ માસ બાદ તેમનો પ્રોબેશન પિરિયડ પૂર્ણ થતાં વિભાગના વડા દ્વારા યોગ્ય કામગીરી ન હોવાનો સીઆર રિપોર્ટ કરાયો હતો. જે અનુસંધાને ગત શનિવારે મળેલી ઇસી બેઠકમાં તેમના રિપોર્ટ આધારે તેમની પ્રોફેસર તરીકેની નિયુક્તિ રદ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું રજિસ્ટ્રાર ડૉ. ડી.એમ. પટેલે જણાવ્યું હતું.

બે વર્ષ પહેલાં આસી.પ્રોફેસરમાંથી પ્રોફેસર તરીકે નિયુક્ત થતાં પ્રોબેશન પર હતાં

વિભાગીય વડાએ યોગ્ય કામગીરી નહીં હોવાનો રિપોર્ટ કરતાં કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો