તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય અેરફોર્સ દ્વારા પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં કરાયેલ અેર સ્ટ્રાઇકને

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભારતીય અેરફોર્સ દ્વારા પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં કરાયેલ અેર સ્ટ્રાઇકને લઇ પાટણ અને બનાસકાંઠાની સરહદોને એલર્ટ કરાઈ છે.નડાબેટ પર સીમાદર્શન બંધ કરી બોર્ડર એરિયા પર પાબંદી ફરમાવી દીધી છે.આ ઉપરાંત નડાબેટ ખાતે ટુરિઝમ અને ઝીરો પોઈન્ટની રસ્તાની કામગીરી અટકાવી દેવામાં આવી છે.સીમા સુરક્ષાદળ અને ગુપ્તચર એજન્સીઓ સર્તક બની ગઈ છે.

સાતલપુર તાલુકાના જાખોત્રા, એવાલ,ઝઝામ,ફાંગલી પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા ગામો છે.દેશના જવાનોઅે મંગળવારના રોજ 3:00 કલાકે વાયુ સેના દ્વારા પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં કરાયેલ હુમલામાં 300 જેટલા આતંકવાદીનો ખાતમો બોલાવ્યો તેવા અહેવાલોથી અા સરહદપરના લોકોઅે અાનંદનો અનુભવ કર્યો હતો.અા ઘટનાચક્રને લઇ અા બોર્ડર પરના ગામોમાં નોર્મલ માહોલ હોવા છતાં તંત્રમાં અેલર્ટના અણસાર જોવા મળી રહયા છે. સરકાર દ્વારા તમામ બોર્ડર ઉપર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જો ભારત પાકિસ્તાન યુદ્ધ થાય તો સાંતલપુર તાલુકાના ગામો એવાલ,જાખોત્રા, ફાગલી અને ઝઝામને એલર્ટ આપવામાં આવે છે. મંગળવારે અા ગામોના લોકોનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે યુદ્ધના સમયમાં આ વિસ્તારમાં રાત્રે લાઈટો બંધ કરાવાય છે અને ખેતરોમાં ફાનસ બંધ કરાવાય છે જોકે હાલે તેવી ગતિવિધી નથી પણ બીઅેસઅેફ જવાનોની અવરજવર વધી છે.વારાહી હાઇવે ઉપર પોલીસ દ્વારા વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.એવાલ ગામને ગયા પાકિસ્તાન યુદ્ધમાં ખાલી પણ કરાવવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો