પાટણમાં આનંદ સરોવર છલકાતા પાણી ચિત્રકૂટ સોસાયટીમાં ફરી વળતા રહીશોમાં પાલિકા સામે રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના આનંદ સરોવર છલકાતા વરસાદી પાણી બેક મારી સરોવરની બાજુમાં આવેલ ચિત્રકૂટ સોસાયટી સહીત આસપાસ આવેલ યોગેશ્વર પાર્ક, રામપાર્ક ,કૃષ્ણ નગર સોસાયટીના રસ્તા પર પાણી ફરી વળતા પાણી ભરાઈ જવા પામ્યા હતા જેને લઇ રહીશોને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો. જેને લઇ ચિત્રકૂટ સોસાયટીના 100 જેટલા રહીશો એકત્રિત થઇ વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા હલ કરવા રજુ કરવા છતાં હલ ન થતા પાલિકા હાય હાયના નારા બોલાવી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સ્થળની મુલાકાત લેવા આવેલા પાલિકાના ઉપપ્રમુખ લાલેશ ઠક્કર સમક્ષ બળાપો ઠાલવી પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી.

પાલિકા ઉપપ્રમુખ લાલેશ ઠક્કરે જણાવ્યું હતું કે આનંદ સરોવર વરસાદી પાણીના નિકાલ માટે ઊંડું કરવામાં આવ્યું હતું પરંતુ ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે નર્મદે સર્વેદે અંતગર્ત સરોવરમાં નર્મદાનું પાણી નાખવામાં આવ્યું હતું જેને લઇ સામાન્ય 4 થી 5 ઇંચ વરસાદમાં આ તળાવ ઉભરાઈ ગયું છે. આ કુદરતી આફત નથી પરંતુ ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા જાતે ઉભી કરેલી આફત છે. આનંદ સરોવર ખાલી કરવા માટે વસ્ત્રાસર તળાવમાં પાણી નાખવાની કામગીરી શરૂ કરી છે.

પાણી ભરાવવાની સમસ્યા હલ નહીં થાય તો આંદોલન કરીશું
રહીશ રાજુભાઈ સોનીએ જણાવ્યું હતું કે આનંદ સરોવરમાં પાણી ભરાઈ જતા પાણી બેક મારી અમારી સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે વર્ષોથી પાલિકા કોઈ જ કાયમી ઉકેલ લાવતી નથી જો આ ચોમાસા બાદ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો રહીશો બધા ઉપવાસ આંદોલન કરીશું અને જરૂર પડશે તો કાયદાકીય કાર્યવાહી પણ કરીશું .

અન્ય સમાચારો પણ છે...