શહેરમાં આવેલા ઐતિહાસિક દરવાજાઓ પૈકી છિન્ડિયા દરવાજાનું રીનોવેશનનું કામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં આવેલા ઐતિહાસિક દરવાજાઓ પૈકી છિન્ડિયા દરવાજાનું રીનોવેશનનું કામ રાજ્ય સરકારના ટુરીઝમ ડિપાર્ટમેંટ દ્વારા કરાયા બાદ હવે આ દરવાજાની દેખભાળ નગરપાલિકાએ કરવાની થશે કેમકે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા આ દરવાજો હેન્ડઓવર કરવા નગરપાલિકાને સૂચિત કરવામાં આવ્છે.

ગુજરાત પ્રવાસન નિગમના ઝોનલ એન્જિનિયર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ છીંડીયા દરવાજાની દેખભાળ સંભાળી લેવા પત્ર કરાયો છે. તેમાં જણાવ્યા મુજબ પ્રવાસન નિગમ દ્વારા ડેવલોપમેન્ટ ઓફ ટુરિસ્ટ ફેસિલિટી એન્ડ રિસ્ટોરેશન ઓફ ફોટવોલ એટ છિન્ડિયા ગેટ પ્રોજેક્ટ અંતર્ગત રીનોવેશન કામગીરી પૂર્ણ થઇ છે ત્યારે તેને ચલાવવા અને નિભાવવાની કામગીરી હવે પાલિકા કક્ષાએથી કરવામાં આવશે.આ દરવાજો નગર પાલિકાને સુપ્રત કરવા સમય અને તારીખ તાત્કાલિક ધોરણે નક્કી કરી આપવા તેમજ હેન્ડ ઓવર માટે સંબંધિત અધિકારીને નિયુક્ત કરવા સૂચિત કરાયું છે. પાલિકાના સૂત્રોએ જણાવ્યુ કે છિન્ડિયા ગેટના રીનોવેશન માટે પાલિકાને કન્સલ્ટઅને ટેન્ડરિંગ પાલિકાએ કર્યું નથી, એસ્ટીમેન્ટ કે પ્લાન બનાવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...