તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુરમાં અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાધનપુરમાં અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં શુક્રવારે સનદી સેવા શુક્રવારે વિદ્યાર્થીની કારકિર્દી વ્યાખ્યાનમાળા યોજાઇ હતી.

પાટણ જિલ્લાના એસપી શોભા ભુતડાએ વક્તવ્યમાં વિદ્યાર્થીઓને પોતાના જીવનની અંતરંગ વાતો કરીને સફળ જીવનના પાઠ ભણાવ્યા અને સ્ત્રી-પુરુષ સમકક્ષ બને તેવી વાતો કરીને તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

વધુમાં જણાવ્યું હતું કે,સ્ત્રીઓને જો ફ્રીડમ જોઈતું હોય ઓ તેનો એકમાત્ર રસ્તો શિક્ષણ જ છે. સ્ત્રીઓએ વિદ્યાર્થી જીવનમાં જ પોતે શું બનવું છે ? તે નક્કી કરવું જોઈએ.

આ કોલેજના વ્યાખ્યાનમાળામાં ટ્રસ્ટના પ્રમુખ ડો.મહેશભાઈ મુલાણી, રાયચંદભાઈ ઠક્કર, ડો.નવીનભાઈ ઠક્કર, ધીરુભાઈ ઠક્કર, ક્રિષ્નાબેન મુલાણી, કોલેજના પ્રિ.ડો.સી.એમ.ઠક્કર સહિત હાજર રહ્યા હતા.તસવીર- કમલ ચક્રવર્તી

અન્ય સમાચારો પણ છે...