તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અાજે પાટણનો 1273મો સ્થાપના દિવસ, દોઢ કિમી લાંબી શોભાયાત્રા, સિદી,આદિવાસી નૃત્યનો ઉમેરો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતની અૈતિહાસિક અને પ્રાચીન રાજધાની પાટણ નગરનો સોમવારે 1273મો સ્થાપના દિવસ ઉજવાઇ રહ્યો છે. જેમાં દર વર્ષની જેમ અા વખતે પણ ભવ્ય શોભાયાત્રા અને સ્ટેજ કાર્યક્રમ યોજાનાર છે. અા વખતે સરકાર પણ સામેલ થઇ છે અને અઢી લાખ જેટલું બજેટ ફાળવાયું હોઇ બે અાદિવાસી નૃત્ય મંડળો પણ લાવ્યા છે જેઅો દ્વારા યાત્રાના રૂટમાં અને બગવાડા દરવાજા ચોક ખાતે નૃત્ય કાર્યક્રમ કરાશે.શોભાયાત્રા સહીતના અાયોજનોને રવિવારે અાખરી અોપ અાપ્યો હતો. અા વખતે શોભાયાત્રા પાલિકા ખાતેથી નહી પણ કાલીકા માતા મંદીરેથી નિકળશે.

દરવર્ષની જેમ પાટણ નગરપાલિકા અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના સહકારથી સ્થાપનાદિન મહોત્સવ સમિતી દ્વારા અાયોજન કરાયું છે. સ્થાપના દિન પ્રસંગે ત્રિ સ્તરીય કાર્યક્રમો થશે. જેમાં રાજપૂત સમાજ દ્વારા કાળકા રોડ પર અાવેલ 27 ગામ લેઉવા પાટીદાર સમાજની વાડીમાં વિરાંજલી કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય અને જીઅાઇડીસી ચેરમેન બળવંતસિંહ રાજપૂતના મુખ્ય મહેમાન પદે યોજાશે. જેમાં શિરોહી રાજસ્થાન સ્ટેટના હિઝ હાઇનેશ રઘુવીરસિંહ, દિયોદર સ્ટેટના માનસિંહજી વાઘેલા, અાડેસર સ્ટેટના યુવરાજ અજયપાલસિંહ જાડેજા, અભારાયુવા સંઘના અાંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. જયેન્દ્રસિંહ જાડેજા તેમજ અન્ય મહાનુભાવો પણ સામેલ થશે. ક્ષત્રિય અાભાના દર્શન થશે. રાજપુત કન્યાઅોના તલવાર નૃત્ય થશે. તેજસ્વી અને સિધ્ધીપાત્ર લોકોનું સન્માન થશે. અા પછી શોભાયાત્રા નિકળશે અને જે મુખ્ય બજારમાંથી પસાર થયા બાદ બગવાડા દરવાજા ખાતે સભામાં ફેરવાશે જેમાં સ્ટેજ કાર્યક્રમમાં અૈતિહાસિકતા અંગે પ્રવચનો યોજાશે.રાત્રે ડાયરો યોજાશે.

સ્થાપનાદિન શોભાયાત્રના અાકર્ષણો
બપોરે 2 વાગ્યે કાલિકા માતાના મંદીરેથી પ્રસ્થાન થશે

દોઢ કીમી લાંબી શોભાયાત્રા મુખ્ય બજારમાંથી પસાર થશે.

રાજવીઅોના બગી રથ, બાઇકસવાર યુવાનો

15 જેટલા ટેબલો સામેલ થશે જેમાં અૈતિહાસીક પાત્રોના ચિત્રો પણ હશે.

શહીદ વીર જવાનોને શ્રધાંજલિ અાપતા ટેબલોમાં ફંડ પણ અેકત્ર કરાશે

સ્વચ્છતા અંગે જાગૃતિ અાવે તે માટે પણ અેક ટેબલો ગોઠવાશે

સુરેન્દ્રનગરની કન્યા છાત્રાલયની કન્યાઅો દ્વારા તલવાર રાસ

બીડી હાઇસ્કુલના છાત્રો દ્વારા યોગા કરાશે

મુસ્લીમ સમાજ પણ શોભાયાત્રા અને ઉજવણીમાં સામેલ થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો