ઈજનેર કોલેજોમાં બેઠકો ઘટાડવાના નિર્ણયનો એબીવીપી દ્વારા વિરોધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ | પાટણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તાજેતરમાં સરકાર દ્વારા કરાયેલ સરકારી ઇજનેરી કોલેજ અને પોલીટેક્નિક કોલેજોમાં બેઠકોમાં ઘટાડો કરવાના પરિપત્રને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને ફાયદો કરાવવા અને વિદ્યાર્થીઓને અન્યાય કરવાતો ગણાવી નિર્ણયના વિરોધમાં રોષ વ્યક્ત કરી અધિક કલેકટરને આવેદનપત્ર આપી સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય પર પુનઃ વિચારણા કરવામાં આવે તેવી માંગ કરી હતી. અને આ બાબતે યોગ્ય નિર્ણય નહિ આવે તો આગામી સમયમાં રાજ્યભરમાં એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવાંની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.આ કાર્યક્રમમાં એબીવીપીના હોદેદારો અને કાર્યકર હાજર રહ્યા હતા .
અન્ય સમાચારો પણ છે...